સોમનાથઃ મહાશિવરાત્રીના આ મહાપર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર( Jyotirlinga Somnath Mahadev)પરિસરમાં વિશેષ આરતી અને દર્શનનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના તહેવારને લઈને મંદિર પરિસરમાં વિશેષ આરતી અને દર્શનની ખાસ વ્યવસ્થા શિવભક્તો માટે કરવામાં આવી છે. જેમાં રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે રાજકોટના રાજવી પરિવાર(royal family of Rajkot) સાથે સંબંધ ધરાવતા માધાંતા સિંહ તેમના સમગ્ર પરિવાર સાથે મહાશિવરાત્રીના(Maha Shivaratri 2022)દિવસે વિશેષ પૂજા અને આરતીમાં સામેલ થઈને મહાશિવરાત્રીના(Maha shivaratri) મહાપર્વને ઉજવશે.
મહાશિવરાત્રીની પૂજા કરશે
સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટી તરીકે જામસાહેબ દિલીપસિંહ જીની વરણી કરવામાં આવી હતી. તેમની લાગણીને માન આપીને દેશના રાજા રજવાડાઓએ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને તેના નિર્માણ માટે આર્થિક સહયોગ પણ આપ્યો હતો. જેને ધ્યાને લઈને આવતી કાલના મહાશિવરાત્રીના મહાપર્વ રાજવી પરિવારોને વિશેષ યાદ કરી તેમના પ્રતિનિધિ તરીકે રાજકોટના મહારાજા અને પૂર્વ રાજવી પરિવારના માધાંતા સિંહ તેમના પરિવાર સાથે મહાશિવરાત્રીની પૂજા કરવા માટે સોમનાથ મંદિર પરિસરમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ જુઓ સોમનાથ મંદિરનો અદભૂત આકાશી નજારો...
ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે
મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે 4 કલાકથી સતત 48 કલાક મંદિર પરિસર દર્શન માટે રહેશે ખુલ્લુ. મહાશિવરાત્રીના મહાપર્વને લઈને સોમનાથ મંદીર પરિસર વહેલી સવારે ચાર વાગે ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. ત્યારથી સતત 42 કલાક સુધી મંદિર પરિસર ભાવી ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે શિવરાત્રીના દિવસે ચાર પહોરની આરતીની સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા અને જ્યોત પૂજનનું પણ વિશેષ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રિનાં પાવન દિવસે કરવામાં આવ્યું છે.
મહાદેવની પાલખી યાત્રા
શિવરાત્રીના દિવસે વહેલી સવારે 6:00 કલાકે મહાપૂજાનું પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ 8:00 મહામૃત્યુંજય યજ્ઞ પણ શરૂ કરાશે. 8:30 કલાકે શુભ ચોઘડિયામાં નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ પણ કરવામાં આવશે. તે સિવાય સમગ્ર દેશમાં મહાદેવની પાલખી યાત્રા શિવ મંદિરોમાં કાઢવામાં આવે છે. પરંતુ સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું વિશેષ મહત્વ છે તેવી પાલખીયાત્રા 9:00 વાગ્યે મંદિર પરિસરમાં કાઢવામાં આવશે. ત્યાર બાદ સાંજે ચાર થી સાડા આઠ કલાક સુધી સોમનાથ મહાદેવને મહાશિવરાત્રીનો ખાસ શ્રુંગાર દર્શન શિવભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. રાત્રિના 10:30 કલાકે જ્યોતિ પૂજન સાથે પૂર્ણ કરવામાં આવશે અને બીજે દિવસે વહેલી સવારે 05:30 કલાકે ચતુર્થ પ્રહરની મંગળા આરતી કરીને મહાશિવરાત્રીના મહાપર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું શ્રાવણ માસમા અનેરો મહિમા