ETV Bharat / state

Liquor Ban: દીવથી દારૂની આવી હેરાફેરી જોઈને પોલીસ પણ મોઢામાં આંગળા નાંખી ગઈ - Una police

ગુજરાત રાજ્યમાં દારૂબંધી જાણે કાગળ પર હોય એવા ચિત્રો અનેક વખત સામે આવી ચૂક્યા છે. ક્યારેક કાયદાની અમલવારી સામે સવાલ થાય તો ક્યારેક દારૂની હેરાફેરી કરનારાઓની યુક્તિઓ જોઈને આંખ ચાર થઈ જાય. આવો જ એક કિસ્સો સોરઠ પંછકના ઊના ગામેથી સામે આવ્યો છે. જેમાં બાઈકનો કોઈ પણ ભાગ ખોલો એટલે દારૂની બોટલ મળી જાય. ભેજાબાજે ગજબની ટેકનિક વાપરીને વિદેશી દારૂનો સ્ટોક છુપાવ્યો હતો.

Liquor Ban: દીવથી દારૂની આવી હેરાફેરી જોઈને પોલીસ પણ મોઢામાં આંગળા નાંખી ગઈ

author img

By

Published : Mar 19, 2023, 3:52 PM IST

ઊનાઃ બુટલેગર પોલીસથી બચવા માટે તથા દારૂની હેરાફેરી સરળતાથી થઈ શકે એ માટે અનેક પ્રકારના કીમિયા અજમાવતા હોય છે. પણ ઊનામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને પોલીસ પણ થોડા સમય માટે વિચારમાં પડી ગઈ હતી. પોલીસને ધંધે લગાડવા માટે બુટલેગર પહેલા તો એવું ચોરખાનું બનાવ્યું કે સામાન્ય માણસ તો શું પોલીસ પણ વિચારી ન શકે. પછી તો બાઈકનો જે પાર્ટ ખોલો એમાંથી દારૂની બોટલ નીકળી.

આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?

દીવથી હેરાફેરીઃ ઊના પાસે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી દારૂની હેરાફેરી કરતા અનેક વખત બુટલેગરો પકાડાય છે. પણ આ વખતે જે ભેજાબાજ પકડાયો એની યુક્તિ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પેટ્રોલની ટાંકીમાં એક ચોરખાનું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં દારૂની નાની નાની બોટલ છુપાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આગળ શરૂ કરી દીધી છે. પોલીસને ચોક્કસ એવી બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો દીવથી દારૂ લઈને નીકળ્યા છે. જેના આધારે પોલીસ ચોક્કસ એરિયામાં વૉચ ગોઠવીને બાઈક સાથે ત્રણેયને પકડી પાડ્યા હતા.

બાઈકમાંથી બોટલઃ ગીર સોમનાથ જિલ્લાની પોલીસે વૉચ ગોઠવી હતી. જેમાં ઇમ્તિયાઝ ઉર્ફે રાવડી સુમરા, મુસ્તફા ઇકબાલ તેમજ હુસેન શેખ પકડાયા છે. પહેલી વખત જ્યારે પોલીસે બાઈક સાથે ત્રણેયની તપાસ કરી ત્યારે કોઈ દારૂ મળ્યો ન હતો. પોલીસને આ પછી મળેલી બાતમી પર આશંકા ગઈ અને વધારે તપાસ કરી. બાઈકની તપાસ કરી ત્યારે બાઈકનો જે પાર્ટ ખોલો એમાંથી દારૂની બોટલ નીકળી હતી. પેટ્રોલની ટાંકીની અંદરની બાજું એક ચોરખાનું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં આ બોટલ છુપાવી દીધી હતી.

આ પણ વાંચોઃ Bihar Crime : જમાઈએ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરી હત્યા

ટુલબોક્સમાં દારૂઃ માત્ર પેટ્રોલની ટેન્ક જ નહીં પણ ટુલબોક્સ અને બીજા પાર્ટ ખોલ્યા તો પણ એમાંથી દારૂની નાની નાની બોટલ નીકળી હતી. પોલીસે કુલ 141 બોટલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, જ્યારે પોલીસે આ કામગીરી કરી ત્યારે હુસેન શેખ નામનો આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જેને પકડી લેવા માટે પોલીસે ટીમ તૈયાર કરી છે. આ પહેલા માછલી પકડવાની ટેન્ક અને બેગેજમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.