ETV Bharat / state

તૌકતે સામે ગીરના સિંહ અડીખમઃ તકેદારી સાથે જળપ્રવાહ પાર કરતો સિંહ પરિવાર, જૂઓ વીડિયો - tauktae cyclone news

વાવાઝોડામાં ગીરના 18 સિંહ ગુમ થયા હોવાના સમાચારો વહેતા થયા હતા, જેને લઇને વનવિભાગે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારમાં એક પણ સિંહ ગુમ થયો નથી. તેમજ એક પણ સિંહનું મોત થયું હોય તેવી ઘટના હજુ સુધી બની નથી. ત્યારે તૌકતે વાવાઝોડા બાદ એક સાથે 10 સિંહો રસ્તો ઓળંગતા હોય તેવો વિડીયો સચિવ રાજીવકુમાર ગુપ્તાએ પણ ટ્વીટ કર્યો હતો.

તૌકતે સામે ગીરના સિંહ અડીખમ
તૌકતે સામે ગીરના સિંહ અડીખમ
author img

By

Published : May 20, 2021, 1:09 PM IST

  • એક પણ સિંહનું મોત કે ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી
  • રાજ્ય સરકારના સચિવ રાજીવકુમાર ગુપ્તાએ એકી સાથે 10 સિંહો સાથેનો વિડીયો ટ્વીટ કર્યો
  • સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારોમાં ગીરના સિંહ જોવા મળે છે

ગીર-સોમનાથઃ વાવાઝોડાના સમય દરમિયાન માંગરોળથી લઈને તળાજા સુધીના વિસ્તારમાં 18 સિંહ ગુમ થયાના સમાચારો માધ્યમોમાં ચાલી રહ્યા હતા. ત્યારે તૌકતે વાવાઝોડા બાદ ગીર જંગલના રાજા સિંહો સલામત હોવાની વન વિભાગએ સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ આજે રાજ્ય સરકારના સચિવ રાજીવકુમાર ગુપ્તાએ ગીર જંગલના આકોલવાડી ગીર વિસ્તારમાં એકી સાથે 10 સિંહો રસ્તો ઓળંગતા હોય તેવા દ્રશ્યો વન વિભાગના સ્ટાફે મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા, તે વિડીયો ટ્વીટ કર્યો છે.

વાવાઝોડામાં સિંહો સલામત હોવાની પુષ્ટી આપતો વિડીયો.

આ પણ વાંચોઃ નાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં કોરોના સંક્રમણનો પગપેસારો, એશિયાઇ સિંહ ત્રિપુર થયો કોરોના સંક્રમિત

આ દ્રશ્યો તૌકતે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટી આપી રહ્યા છે

ગીર જંગલના આકોલવાડી ગીરનો દુર્લભ વિડિયો કેદ થયો છે. જેમાં 10 જેટલા સિંહો એક સાથે નજરે પડે છે. તૌકતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, ત્યારે પુલ પરથી પાણી વહેતું જાય છે અને 10 સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો વનકર્મીએ કેમેરામાં કેદ કર્યા છે. આ દ્રશ્યો તૌકતે વાવાઝોડા બાદ સિંહો સલામત હોવાની વાતની પુષ્ટી આપી રહ્યા છે.

તૌકતે સામે ગીરના સિંહ અડીખમ
તૌકતે સામે ગીરના સિંહ અડીખમ

વાવાઝોડાના કારણે કે વાવાઝોડા બાદ એક પણ સિંહ ગુમ થયો નથી

વાવાઝોડાની ચેતવણી મળતાની સાથે જ વનવિભાગે સિંહોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે પૈકીના રાજુલાના પીપાવાવ વિસ્તારમાં જોવા મળતા સિંહો કુદરતી સંકેતના ભાગરૂપે સલામત સ્થળે ધસી ગયા હતા. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનારથી લઈને મહુવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીરના સિંહો સ્થળાંતર થઇને છેલ્લા કેટલાક વર્ષોથી નિવાસ કરી રહ્યા છે. આ વિસ્તારમાં વાવાઝોડાના કારણે કે વાવાઝોડા બાદ એક પણ સિંહ ગુમ થયો નથી અને તેનું મોત પણ થયું નથી.

આ પણ વાંચોઃ વાવાઝોડાના કારણે ગીરના 18 સિંહ ગુમ થયાના સમાચારનું વનવિભાગે કર્યું ખંડન

સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારોમાં ગીરના સિંહ જોવા મળે છે

વાવાઝોડાના સમય દરમિયાન માંગરોળથી લઈને તળાજા સુધીના વિસ્તારમાં 18 સિંહ ગુમ થયાના સમાચારો માધ્યમોમાં ચાલી રહ્યા હતા, જેને લઇને વન વિભાગના મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડૉ. દુષ્યંત વસાવડાએ આ સમાચારોને સત્યથી વેગડા ગણાવીને તેમનું ખંડન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારોમાં ગીરના સિંહ જોવા મળે છે, જે પૈકીના એક પણ સિંહનું મોત કે કોઈ સિંહ ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.