ETV Bharat / state

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા - ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ

ખોડલધામના પ્રણેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત માનવામાં આવે છે. ત્યારે કોરોનાનું લોકડાઉન દૂર થતાં મંદિરના ખુલવાના પ્રથમ દિવસે નરેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

Khodaldham Trust Chairman Naresh Patel
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ
author img

By

Published : Jun 8, 2020, 12:44 PM IST

ગીર સોમનાથ: ખોડલધામના પ્રણેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત માનવામાં આવે છે. ત્યારે કોરોનાનું લોકડાઉન દૂર થતાં મંદિરના ખુલવાના પ્રથમ દિવસે નરેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન

આજે વરસતા વરસાદે પણ જ્યારે સોમનાથ મંદિર 82 દિવસ પછી ખુલ્યું , ત્યારે પ્રથમ દિવસે જ તેઓ સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ભગવાન સોમનાથના દર્શન કરી અને વિશ્વ કલ્યાણની કામના સાથે સમગ્ર માનવ જાતને કોરોનાની મહામારીમાંથી મુક્તિ મળે તેવી તેમણે સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી.

દર્શન કર્યા બાદ નરેશ પટેલે પત્રકારોને સંબોધતા કહ્યું કે, "આજે લોકડાઊન બાદ સોમનાથ દાદાના દર્શને આવ્યો છું, દાદાના દર્શન કરી પ્રાર્થના કરી છે કે, આ વૈશ્વિક મહામારી માંથી લોકો વહેલા મુક્ત થાય અને સોમનાથ મહાદેવ વિશ્વનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી ધન્ય બન્યો છું".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.