સોમનાથએ પ્રભાસતીર્થને તપોભૂમી કહેવાય છે, ત્યારે આ ક્ષેત્રમાં પૌરાણીક સમયમાં અનેક ઋષી મુનીઓએ તપસ્યા અને યોગ કર્યા હતા. આજે પાંચમા વિશ્વયોગ દીવસે સોમનાથ મંદીર પરીસરમાં જિલ્લા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન સહીત સ્થાનીકો અને શાળાના બાળકોએ યોગ કર્યા હતા. ત્યારે જાણે સોમનાથ મંદીર ભક્તિ સાથે યોગના રંગોથી રંગાયું હોય તેવુ સૌ અનુભવી રહ્યા હતાં.
સોમનાથએ તપોભૂમી છે, અહી અનેક ઋષી મુનીઓએ તપસ્યા અને યોગ કર્યા છે. તે સ્થાને આજે યોગ કરવાનુ સૌભાગ્ય ભાગ્યશાળીને મળતું હોય છે. શારીરિક સ્વસ્થનો સંદોશો મોદીએ વિશ્વભરમાં પહોચાડ્યો છે, જે ભારતવર્ષ માટે ગૌરવની વાત છે.