ETV Bharat / state

ગીર સોમનાથમાં મુખ્યપ્રધાને મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો કરાવ્યો પ્રારંભ

ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ગીર સોમનાથ
ગીર સોમનાથ
author img

By

Published : May 1, 2021, 10:06 PM IST

  • મુખ્યપ્રધાને શરૂ કરાવ્યો કોરોનામુક્ત અભિયાન
  • ગીર સોમનાથથી કરાવ્યો આરંભ
  • રાજ્યપાલે પણ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા કહ્યું

ગીર સોમનાથ: ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમત્તે સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ મારૂં ગામ કોરોનામુક્ત ગામ રાજ્ય વ્યાપી અભિયાનનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પ્રમુખો સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યો તેમજ પદાધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચન કર્યું. સચિવ અશ્વિનીકુમારે સરકાર દ્વારા કોવિડ-19 અટકાવવા લેવાયેલા પગલાંની જાણકારી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્યક્ષેત્રે સારી કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા જણાવ્યું હતું.

વધુ વાંચો: વેક્સિન માટે ધરમ ધક્કા: 18 વર્ષથી ઉપરનાને રજિસ્ટ્રેશન બાદ પણ વેક્સિન સેન્ટરમાં પ્રવેશ અપાયો નહીં

ગામને સેનેટાઇઝ કરવું : મુખ્યપ્રધાન

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, 1 મેથી 15 મે સુધી રાજ્યમાં મારૂગામ કોરોના મુક્ત ગામ બનેએ દિશામાં અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, "આપણે ગામમાં એક કિમિટી બનાવી દરેક લોકોના આરોગ્યની તપાસણી કરાવીએ. નાકાબંધી કરીએ. દરેક લોકો માસ્ક અવશ્ય પહેરે, ગામને સેનેટાઇઝ કરવુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. 15 મે સુધી આપણે આપણા ગામને કોરોનામુક્ત બનાવવા સહભાગી થઇએ. ગુજરાત કોરોનામુક્ત બંને એ દિશામાં આપણે આગળ વધીએ. આ પ્રસંગે અધિક કલેક્ટર ખાચર, એપેડેમિક અધિકારીઓ ડૉ.નિમાવત ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.