- ગીર સોમનાથ જિલ્લામાં રસીકરણનો ધમધમાટ
- 60 કે તેથી વધુ વયના 161 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
- ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને પણ વેક્સીન ડોઝ અપાયો
ગીર સોમનાથ- ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં 5 આરોગ્ય કર્મચારીને પ્રથમ ડોઝ, 37 કર્મચારીઓને બીજો ડોઝ, તાલાળા તાલુકામાં 9 આરોગ્ય કર્મચારીને બીજો ડોઝ, કોડીનાર તાલુકામાં 5 આરોગ્ય કર્મચારીને બીજો ડોઝ અને ગીરગઢડા તાલુકામાં 6 આરોગ્ય કર્મચારીને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં હેલ્થ વર્કરોને વેક્સીનના બીજા ડોઝ આપવાની શરૂઆત કરાઇ
જિલ્લામાં આ રીતે અપાઈ રહી છે વેક્સીન
વેરાવળ તાલુકાના 14 ફન્ટ લાઈન કોરોના વોરિર્યસને પ્રથમ ડોઝ, 37 ફન્ટ લાઈન કોરોના વોરિર્યસને બીજો ડોઝ, કોડીનાર તાલુકાના 1 ફન્ટ લાઈન કોરોના વોરિર્યસને બીજો ડોઝ, 45થી 60 વર્ષના વેરાવળ તાલુકાના 81 લોકોને પ્રથમ ડોઝ, કોડીનાર તાલુકામાં 3 લોકોને, ઉના તાલુકામાં 23 લોકોને જ્યારે ગીરગઢડામાં 1 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. વેરાવળ તાલુકામાં 60 વર્ષથી વધુ વયના 3 લોકોને, તાલાળા તાલુકામાં 24 લોકોને, સુત્રાપાડા તાલુકામાં 100 લોકોને, કોડીનાર તાલુકામાં 18 લોકોને, ઉના તાલુકામાં 15 લોકોને જ્યારે ગીરગઢડા તાલુકામાં 1 મળી કુલ 161 વ્યક્તિને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ માહિતી આરસીએચઓ ડૉ. ગૌસ્વામીએ આપેલી યાદીમાં જણાવાઇ છે.