ETV Bharat / state

કોડીનારના વિઠ્ઠલપુરમાં એક માસમાં 2 દિપડા પાંજરે પુરાયા - vitthalpur

ગીર સોમનાથના કોડિનાર તાલુકાના વિઠલપુર ગામની સીમમાં વન વિભાગે મુકેલા પાંજરામાં ખુંખાર દિપડો કેદ થતા ગ્રામજનોએ હાશકારાની લાગણી અનુભવી હતી. એક માસ પૂર્વે વિઠલપુર ગામના સીમ વિસ્‍તારમાંથી એક દિપડાએ યુવાનને ફાડી ખાધો હતો. ત્‍યારબાદ ખુંખાર દિપડાઓને કેદ કરવા વન વિભાગે કમર કસી દીધી હતી. એક માસની અંદર બીજા દિપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળેલ છે.

ગીર સોમનાથમાં પકડાયેલો દીપડો
ગીર સોમનાથમાં પકડાયેલો દીપડો
author img

By

Published : Jan 30, 2021, 3:05 PM IST

  • એક મહિના પહેલા દીપડાએ યુવાનને ફાડી ખાધો હતો
  • વન-વિભાગે એક મહિનામાં બે દિપડાને કેદ કર્યાં
  • દીપડાને ઉંમર અંદાજે 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું
    ગીર સોમનાથમાં પકડાયેલો દીપડો
    ગીર સોમનાથમાં પકડાયેલો દીપડો

ગીર સોમનાથ : જિલ્‍લાના કોડિનાર-સુત્રાપાડા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દિપડાઓની રંજાડ કાયમી રહે છે. છેલ્‍લા એક-બે માસ દરમિયાન દિપડાઓના હુમલાની અનેક ઘટનાઓ બની છે. જેથી દિપડાઓને કેદ કરવા વન વિભાગ સતત દોડતુ રહે છે. દરમિયાન છેલ્‍લા થોડા દિવસોથી કોડિનાર નજીકના વિઠ્ઠલપુર ગામની સીમમાં વન વિભાગ દ્વારા મારણ સાથેનું પાંજરુ મુકવામાં આવેલં હતું. જેમાં આજે શનિવારે વહેલી સવારે મારણની લાલચે દિપડો કેદ થયો હતો. જેની જાણ વન વિભાગના અઘિકારીઓને કરાતા કેદ થયેલ ખુંખાર દિપડાને સાસણ ખસેડવા વનકર્મીઓએ તજવીજ હાથ ધરી છે. કેદ થયેલો દિપડો અંદાજે 12 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

ખેતરે જઇ રહેલા યુવાનને દિપડાએ ફાડી ખાધો

ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પૂર્વે વિઠ્ઠલપુર ગામની સીમમાં રાત્રિના સમયે વાડીએ જઇ રહેલ યુવાનને દીપડાએ ફાડી ખાતા મોત નીપજયું હતુ. ત્યારબાદ આ વિસ્‍તારમાંથી ખુંખાર દિપડાને કેદ કરવા વન વિભાગે જુદા-જુદા સ્‍થળોએ પાંજરા ગોઠવ્યા હતા. જેમાં થોડા દિવસ અગાઉ એક દિપડો કેદ થયા બાદ આજે બીજો ખુંખાર દિપડો પાંજરે પુરાયો છે. એક માસની અંદર બે દિપડા કેદ થતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.