ગીર સોમનાથ: જિલ્લાના ગીરગઢડાના તાલુકાના કોદીયા ગામે પતિએ તેની પત્ની સાથે થયેલા ઝગડા બાદ પત્નીનું નાક કાપી નાખ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને પહેલાં ગીર ગઢડાની સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી પતિની અટકાયત કરવા વધુ તપાસ શરૂ કરી હતી.
![સામન્ય ઝઘડામાં પત્નીનું નાક કાપી નાખ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9184798_somnathstory.jpg)