સિઝનની અંદર ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો વરસાદ બાદ ગીર-સોમનાથના ધરતીપુત્રો ચિંતાતુર હતા, પરંતુ મેઘરાજાએ તેમના ઉપર મહેર વરસાવી હતી. સમગ્ર ગીર સોમનાથની અંદર છેલ્લા ત્રણ દિવસથી શ્રીકાર વરસાદ થવા પામ્યો હતો. જેના પરિણામે ગીરસોમનાથની જીવાદોરી સમાન હિરણ 2 ડેમ પૂર્ણ રૂપે ભરાયો હતો. ગુરુવારે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર દરવાજા ખોલાયા હતા. પાણીની આવક અવિરત રીતે ચાલુ જ રહેતા અને ગિરનાર જંગલની અંદર વરસાદ વધુને વધુ શરૂ થતા આ ડેમના વધુ ત્રણ દરવાજા ખોલવાની નોબત આવી હતી. એક તરફથી ખેડૂતોની અંદર લાગણી છે કે, તેમની જીવનદોરી તેમની ખેતી જેના ઉપર ચાલે છે. તે હિરણ ડેમ પૂર્ણરૂપે ભરાયો છે. અવિરત રીતે જે રીતે પાણીનું વહન શરૂ છે.
સિંચાઈ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ડેમના ત્રણ દરવાજા ત્રણ-ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. આ હાલ વરસાદ થોડો ઓછો થયો છે. જો વરસાદનું પાણી વધુ થશે અને વધારે આવશે તો વધારે દરવાજા ખોલવાની પણ તૈયારી તેઓએ રાખેલી છે અને નિચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. 444 ફૂટની સપાટી ધરાવતો આ ડેમ સંપૂર્ણ રીતે ભરાતા આ તેના ત્રણ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. જેમાંથી 13 હજાર ક્યુસેક પાણી સરેરાશ વહ્યું હતું.