ગીર સોમનાથઃ નાનકડા લાટી ગામના ખેડૂતની એકમાત્ર સંતાન પુત્રી ભારતી સોલંકી જે વિશ્વના 5 દેશોમાં યોગ ચેમ્પીયન બની હતી. જેની પાસે 20 ગોલ્ડ મેડલને કુલ 40 મેડલ સાથે ઢગલા બંધ ટોફી સન્માન પત્રો છે. ગંભીર અકસ્માત બાદ નીસહાય છે. સરકાર પાસે મદદની રાખે છે અપેક્ષા.
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન મોદીના હસ્તે બે વખત ભારતી સનમાનીત થઈ છે, ભારતી હાલ લકુલીશ યોગ યુનીવર્સીટીમાં અભ્યાસ કરે છે. આજથી પાંચ માસ અગાઊ ભારતીનું અમદાવાદમાં એક્સીડન્ટ થયુ હતુ. અજાણી કારે ભારતીને હડફટે લેતાં ભારતી ગંભીર રીતે ઘવાઇ હતી.
અમદાવાદમાં દોઢ માસ ICUમાંં રહી હતી, બાદ થોડી તબીયત સ્થીર થતાં તે વતન આવી છે. ભારતીના પીતા વ્યવસાયમાં ખેડૂત છે. સ્થાનીક આગેવાનો સગાસંબંધી ઓએ ભારતીનો હાલ મેડીકલ ખર્ચ ઊપાડ્યો છે.