ETV Bharat / state

ચાર જ્ઞાતિના મતદારો કોઇપણ રાજકીય પક્ષનું ગણિત બગાડી શકે છે, જાણો સોમનાથની બેઠકનો એક્સ રે - BJP Candidate Jasa Barad

ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. તેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે. આ તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો સોમનાથ વિધાનસભા બેઠક વિશે. Gujarat Assembly Election 2022, Somnath Assembly Seat. હર હર મહાદેવ : ચાર જ્ઞાતિના મતદારો કોઇપણ રાજકીય પક્ષનું ગણિત બગાડી શકે છે

ચાર જ્ઞાતિના મતદારો કોઇપણ રાજકીય પક્ષનું ગણિત બગાડી શકે છે, જાણો સોમનાથની બેઠકનો એક્સ રે

author img

By

Published : Sep 20, 2022, 4:10 PM IST

ગીર સોમનાથ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે, ત્યારે સોમનાથ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ મહત્ત્વની મનાય રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સોમનાથ બેઠક પર પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ સોમનાથ વિધાનસભા (gujarat elections preparation) બેઠકનું રાજકીય મેદાન શું કહે છે.

સોમનાથ બેઠક છે સાખની બેઠક મહત્વની ગણાતી સોમનાથ બેઠક પ્રત્યેક રાજકીય પક્ષ માટે સાખની બેઠક માનવામાં આવે છે. સોમનાથ વિધાનસભા બેઠક જીતવા માટે ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ તમામ શક્તિઓ લગાવીને બેઠક પોતાના કબજામાં રહે તેવી તનતોડ મહેનત કરી હતી, પરંતુ સોમનાથ વિધાનસભા કોઈ એક રાજકીય પક્ષનો ગઢ નહીં પરંતુ અહીં જાતિ અને જ્ઞાતિગત સમીકરણો કોઈ પણ રાજકીય આગેવાનોને વિધાનસભામાં પહોંચાડવા માટે મહત્વના બને છે. વર્ષ 2017માં અહીંથી ભાજપે પૂર્વ પ્રધાન જસા બારડને ઉમેદવાર બનાવ્યા હતા. તો કોંગ્રેસે નવયુવાન કોળી આગેવાન વિમલ ચુડાસમાને સોમનાથ વિધાનસભા જીતવાની જવાબદારી સોંપી હતી. જેમાં પીઢ આગેવાન જસા બારડનો યુવાન કોંગ્રેસી આગેવાન વિમલ ચુડાસમા સામે પરાજય થયો હતો. જેથી આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહી હતી.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણીજંગ ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં ત્રિપાંખિયો (Somnath Assembly Seat)જંગ ખેલાશે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સોમનાથ વિધાનસભા જીતવાને લઈને રાજકીય દાવપેચ આગામી દિવસોમાં થતા જોવા મળશે. કોંગ્રેસે પહેલેથી જાહેર કર્યું છે કે તેના તમામ વર્તમાન ધારાસભ્યોને ફરી એક વખત ઉમેદવાર બનાવવામાં આવશે. તો બીજી તરફ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં આવી રહેલી આમ આદમી પાર્ટીએ પણ સોમનાથ વિધાનસભા બેઠક પર આહીર આગેવાન જગમાલ વાળાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ માટે સોમનાથ બેઠક પરના ઉમેદવાર જાહેર કરવા ખૂબ મુશ્કેલ ભર્યું મનાય છે. આ ઉપરાંત જ્ઞાતિનું સમીકરણ જે ઉમેદવાર સાધી શકશે. તે વર્ષ 2022માં સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટણી જંગ જીતવામાં સફળ રહેશે.

ક્યા સમાજનો દબદબો સોમનાથ વિધાનસભા બેઠક મોટે ભાગે કોળી, અનુસુચિત અને લઘુમતી સમાજના મતદારોથી ભરેલી જોવા મળે છે. જેને લઈને અહીં શિક્ષણનું પ્રમાણ અન્ય જિલ્લાઓની સરખામણીએ આજે પણ ઓછું જોવા મળે છે. સોમનાથ વિધાનસભા બેઠક પર લઘુમતી કોળી, અનુસુચિત અને ખારવા મતદારો ખૂબ મહત્વના છે. ચાર જ્ઞાતિના મતદારો કોઇપણ રાજકીય પક્ષનું ગણિત બગાડી શકવા માટે પૂરતા છે. કોળી, અનુસુચિત અને મુસ્લિમ આ ત્રણ જ્ઞાતિના મતદારો એક સાથે આવે તો કોઈપણ ઉમેદવાર આસાનીથી ચૂંટણી જીતી શકે તેમ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં આ જ પ્રકારના જ્ઞાતિ જાતિના સમીકરણોને લઈને સોમનાથ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષોની જીત અને હાર થતી આવી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં જ્ઞાતિનું ગણિત ફરી એક વખત ચર્ચા પર જોવા મળશે. જેના થકી તમામ રાજકીય પક્ષ ચૂંટણી જંગ જીતવામાં પોતાની તમામ મહેનત લગાવતા જોવા મળશે.

ભાજપ અને કોંગ્રેસ દબદબા માટે લડશે ચૂંટણી વર્ષ 2017ની સોમનાથ વિધાનસભા બેઠક પર કુલ 2,36,083 જેટલા મતદારો (Somnath voter)નોંધાયા હતા. જેમાં 1,23,992 પુરુષ અને 1,18,925 જેટલા મહિલા મતદારોએ ભાજપના દિગ્ગજ અને કોંગ્રેસના નવયુવાન ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કર્યો હતું. જેમાં કોંગ્રેસના વિમલ ચુડાસમા (Somnath MLA Vimal Chudasma) ભાજપના દિગ્ગજ જસા બારડનો 20,450 મતોથી પરાજય આપ્યો હતો. તેમજ ભાજપના દબદબા વાળી બેઠક ફરીથી કોંગ્રેસના પક્ષમાં લાવીને જાયન્ટ કિલર સાબિત થયા હતા.

2017 ચૂંટણી
2017 ચૂંટણી

પક્ષ પલટુ સોમનાથ બેઠક માટે માથાનો દુખાવો સોમનાથ વિધાનસભા બેઠક પર પક્ષ પલટાને કારણે પણ મધ્યવર્તી ચૂંટણી હાથ ધરાઈ હતી. વર્ષ 2017માં યુવાન કોળી આગેવાન વિમલ ચુડાસમા અને દિગ્ગજ અને પીઠ સહકારી આગેવાન જસા બારડ (BJP Candidate Jasa Barad) સામ સામે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાનો 20450 મતે વિજય થયો હતો. વર્ષ 2014માં જશા બારડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા. તે સમયે મધ્યવર્તી ચૂંટણી આવી હતી. જેમાં કોંગ્રેસના ડો નિશાંત ચોટાઈ સામે ફરી એક વખત ભાજપના જસા બારડનો 20 હજાર કરતાં વધુ મતોથી વિજય થયો હતો.

જસા બારડનો પક્ષ પલટો વર્ષ 2012માં જસા બારડ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રાજસી જોટવા સામે ખૂબ નજીવા કહી શકાય તેવા 2 હજાર જેટલા મતોથી વિજય થયો હતો. પાછલી ત્રણ વિધાનસભા દરમિયાન જસા બારડ બે વખત કોંગ્રેસ અને બે વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે. જ્યાં 2014માં ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી, તો વર્ષ 2017માં હાર મેળવી હતી. વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જસા બારડ સોમનાથ વિધાનસભા સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

સોમનાથ વિધાનસભા બેઠકની વિશેષતા
સોમનાથ વિધાનસભા બેઠકની વિશેષતા

ચોક્કસ જ્ઞાતિના મતદારો પર રાજકીય ઉમેદવાર સોમનાથ વિધાનસભાની ચૂંટણીઓમાં જ્ઞાતિ જાતિના સમીકરણ સાધીને આજે કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. સોમનાથ વિધાનસભા બેઠક પર 55 હજાર લઘુમતી મતદારો 48 હજાર કોળી મતદારોની સાથે 25 હજાર જેટલા દલિત મતદારો પ્રભાવી જોવા મળે છે. સાથે સાથે 24 હજારની આસપાસ પ્રજાપતિ 20થી 24 હજાર ખારવા 18 હજાર જેટલા કારડીયા રાજપુત મતદારો 22 હજારની આસપાસ આહીર મતદારો અને 21 હજારની આસપાસ અન્ય જ્ઞાતિના મતદારો મળીને કુલ 02,36,083 જેટલા મતદારો સોમનાથ વિધાનસભા બેઠક પર કોઈ પણ રાજકીય પક્ષના ગણિતને ડામાડોળ કરી શકે તે હદે સમર્થ જોવા મળે છે.

લોકોની આશા અપેક્ષાઓ હજુ પણ અપૂર્ણ સોમનાથ વિધાનસભા બેઠક મોટે ભાગે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે, અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં માછલીઓની આયાત અને નિકાસ થાય છે. જેને કારણે વિદેશી હૂંડિયામણ સોમનાથ વિધાનસભા મતક્ષેત્રમાં આવી રહ્યું છે, પરંતુ અહીં માછીમારોની અનેક સમસ્યાઓ છે. છેલ્લા ત્રણ દસકા કરતાં વધારે સમયથી વેરાવળ બંદરનું વિસ્તૃતીકરણ થયું નથી, વધુમાં સરકાર દ્વારા ડીઝલમાં આપવામાં આવતી સબસીડી સરકારી આંટીઘૂંટીમાં ફસાઈ ગઈ છે. જેના કારણે માછીમાર સમાજમાં ખૂબ મોટો રોષ છે. વધુમાં અહીં વિદેશી હૂંડિયામણને લઈને પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટો મારફત સ્થાનિક રોજગારીની તકોનું સર્જન થઈ શકે તેમ છે.

સોમનાથ વિધાનસભા બેઠક પર લોકોના પ્રશ્ન
સોમનાથ વિધાનસભા બેઠક પર લોકોના પ્રશ્ન

સળગતા પ્રશ્ન આ ઉપરાંત સ્થાનિક માછીમારોને બહોળા પ્રમાણમાં રોજગારી મળે તે પ્રકારનું આયોજન થયું નથી. જેને કારણે મત વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં સોમનાથ મહાદેવ દર્શન કરવા માટે આવતા શિવ ભક્તોને કારણે ધાર્મિક પર્યટન સતત વધી રહ્યું છે, પરંતુ તેમાં સીધું મૂડીરોકાણ નહીં થવાને કારણે સ્થાનિક રોજગારીની તકોનું સર્જન થતું નથી. જેને લઈને પણ સોમનાથ વિધાનસભા બેઠકમાં રોજગારી ખૂબ મોટો સળગતો પ્રશ્ન આજે પણ બની રહ્યો છે. જેનું નિરાકરણ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો લોક પ્રતિનિધિ કરે તેવી માંગ અને અપેક્ષાઓ સોમનાથ વિધાનસભાના મતદારો રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.