ગીર સોમનાથઃ એકમાત્ર કોરોના કેસ ધરાવતા સુત્રાપાડા તાલુકાના 3 ગામને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ત્યારે લોકોનો જીવન નિર્વાહ નિભાવવા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર તાલુકામાં 2000 અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ કોરોના મહામારીના કારણે સંકટમાં છે. દેશમાં લોકડાઉનનો અમલ ચાલુ છે. ત્યારે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના કોરોનાગ્રસ્ત વાવડી અને ઉંબરી ગામને પ્રતિબંધિત કરવામાં આવેલા છે. ત્યારે લોકોના સ્વાસ્થ અને જીવન નિર્વાહ નિભાવવા માટે GHCF ફાઉન્ડેશન અને સામાજીક સંસ્થાઓ દ્વારા 2000 કીટ તૈયાર કરવામાં આવી હતી.
વાવડી અને ઉંબરી ગામમાં રહેતા પરપ્રાંતિય મજુરો અને તાલુકાના જરૂરીયાતમંદ લોકોને 15 દિવસનું રાશન-કરીયાણાની કીટનું તંત્ર મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે લોકડાઉન દરમિયાન કન્ટેઈનમેન્ટ કરેલા વિસ્તારમાં તંત્ર પોતે આ કિટોનું સાવચેતીપૂર્વક વિતરણ કરી રહ્યું છે.