મંગળવારે સોમનાથ મંદીરે મેઘાલયના રાજ્યપાલ પહોચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મંદીરમાં મહાપુજા કરી હતી. પૂજામાં તેમની સાથે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ જોડાયા હતા. પ્રથમ વખત ગુજરાત આવેલા રાજ્યપાલે સોમનાથ દર્શનનું સ્વપ્ન પુર્ણ થયાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.
તથાગત રોયે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે 'આજે સોમનાથ મંદીરના દર્શન અને પૂજા કરી જીવન ધન્ય બન્યુ છે. હું સોમનાથ મંદીરના દર્શન કરી શકીશ તેવું ક્યારેય પણ વિચાર્યું નહોતું. વર્ષો પછી ભારતમાં એવી સરકાર આવી છે જેનો ધ્યેય માત્ર દેશ હિત ઉપરાંત કશું જ નથી. આ સરકારના નૈતૃત્વમાં દેશ નવી ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી દાદાને પ્રાર્થના કરી છે'