ગીર સોમનાથઃ ટુરીઝમ ક્ષેત્રે દીવસ અને રાત ધબકતું સોમનાથ તીર્થ છેલ્લા ત્રણ માસથી સુમસામ બન્યું છે. સોમનાથમાં ભારે યાત્રીકો આવતા હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટ ચોવીસ કલાક યાત્રીકોથી ભરચક રહેતા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા ત્રણેક માસથી આ હોટલ અને રસ્ટોરન્ટની સ્થિતી દયાનિય બની છે.
મેનેજર સ્ટાફથી લઇ સીક્યુરીટી અને રસોયા સહીતનાઓની જવાબદારી હોટલ સંચોલકો પર હોય તેમજ મસમોટા વીજબીલ, સરકારના વીવીધ ટેક્ષ મળી માસીક ખર્ચ લાખો ઊપર જતો હોય છે. જ્યારે આવક જીરો થતા આ હોટેલ સંચાલકોની સ્થિતિ દયાજનક બની છે. જો કે સરકારે તો હવે હોટલ અને રેસ્ટોરન્સ ખોલવાની પરવાનગી આપી છે, પરંતુ કોરોનાના ડરથી યાત્રીકો આવતાં નથી. ત્યારે સરકાર હોટલ અને રેસ્ટોરન્સને પણ યોગ્ય રાહત આપે તેવી હોટેલ માલીકો માગ કરી રહ્યાં છે.
ઇટીવી ભારત સાથે વાત કરતા હોટલ માલીક પ્રકાશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે "સોમનાથ આવતા તમામ લોકો અહી રોકાવા તૈયાર નથી, લોકોમાં કોરોનાનો ભય છે, તમામ સ્ટાફ છે જેથી ખર્ચ તો ચાલુ જ છે. સીંગલ બુકીંગ થતા નથી. લગ્નો કરવાના અનેક નીયમોના લીધે કોઈ અહી લગ્ન કરવા આવતા નથી. તેમજ વધુમાં જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં સ્થાનિકો પણ જમવા નથી આવતાં, જેથી કરોડોના રોકાણો કરનારાને હપ્તા, વ્યાજ ક્યાંથી ભરવા તે ચિંતા હોટેલ સંચાલકોને છે. તેમજ માસીક ખર્ચ 3 લાખથી વધુ થાય છે, જ્યારે આવક તો બંધ છે, ત્યારે સરકાર દ્વારા યોગ્ય સહાય કરવી જરૂરી છે.