ETV Bharat / state

ગીર સોમનાથ: હાઈવે નજીકથી આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર - Abduction, robbery and murder

ગીર સોમનાથ: જિલ્લાના વેરાવળ શહેરની કલ્યાણ સોસાયટીમાં રહેતા મંજુલાબેન આંજણીની કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી, મૃતદેહને કોથળામાં ભરી વેરાવળ-સોમનાથ બાયપાસ પર ફેંકી દીધો હતો. આ મૃતદેહ પરથી દાગીના ગુમ થયેલા માલુમ પડ્યા છે. જેથી પોલીસે અપહરણ, લુંટ અને હત્યાની આશંકા સાથે વધુ તપાસ શરૂ કરી છે.

Veraval Police
વેરાવળ પોલીસ
author img

By

Published : Dec 13, 2019, 7:10 AM IST

વેરાવળની કલ્યાણ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ આંજણી જે માછીમારીનો વ્યવસાય કરે છે. તેમના પત્ની મંજુલાબેન ઉંમર વર્ષ 54 ગઈકાલે શાકભાજી લેવા ગયા હતાં બાદમાં તેઓ ઘરે પરત ફર્યા નહતા. જે બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે ગુરૂવારે વેરાવળ-સોમનાથ બાયપાસ પર કોથળામાં મૃતદેહ હોવાની પોલીસને જાણ થતાં કોથળામાંથી મંજુબેનનો મૃતદેહ નીકળતાં પોલીસે તેમના પરિજનોને જાણ કરી હતી. જેના પર સોનાના દાગીના ન હતા જેથી લૂંટના ઈરાદે અપહરણ કરી હત્યા કરાયાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.

હાઈવે નજીકથી આધેડ મહિલાની લાશ મળી

Intro:ગીરસોમનાથ ના વેરાવળ માં કલ્યાણ સોસાયટી માં રહેતા આધેડ મહીલા મંજુલાબેન
આંજણી ની અજાણ્યા શખ્શો એ ઘાતકી હત્યા કરી, લાશ કોથળા માં લઈ વેરાવળ સોમનાથ
બાયપાસ પર ફેંકી દીધેલ, લાશ પર થી દાગીના ગુમ જોવા મળેલ જેથી અપહરણ
લુંટ અને હત્યા ની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.Body:વેરાવળ નો કલ્યાણ સોસાયટી વીસ્તાર માં રહેતા ગોવીંદભાઈ આંજણી જે માછીમારી
નો વ્યવસાય કરતા હોય તેમના પત્ની મંજુલાબેન ઊવ.54 ગઈ કાલે બજરંગ વાડી નજીક
શાકભાજી લેવા ગયાં હતાં બાદ તે ગુમ થયા હતા જે બાબતે પોલીસ માં ફરીયાદ કરાય
હતી ત્યારે આજે વેરાવળ સોમનાથ બાયપાસ પર કોથળા માં લાશ પડી હોવા ની પોલીસ ને
જાણ થતાં કોથળા માં થી મંજુબેન ની લાશ નીકળતાં પોલીસે તેમના પરીવાર જનો ને
બતાવતાં લાશ પર થી સોના ના દાગીના ન હતા જેથી લુંટ ના ઈરાદે અપહરણ કરી હત્યા
કરાયા ની આશંકા સાથે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.જીલ્લા ની ક્રાઈમબ્રાંચ સહીત
ની ટીમો એ મધ્યરાત્રી થી જ આરોપી ઓ ને ઝડપવા તપાસ શરૂ કરી છે..Conclusion:બાઈટ-જી.બી.બામણીયા-ડીવાયએસપી-ગીરસોમનાથ-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.