- ગીર-સોમનાથમાં ભાજપના ધરણા પ્રદર્શન
- ધરણા-પ્રદર્શન જોઈ પ્રજામાં રોષ
- નિયમ-કાયદાઓ ફક્ત પ્રજા માટે કેમ ?
ગીર-સોમનાથ : એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે. લોકોના જીવ જઈ રહ્યા છે. નાગરિકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં સરકાર અને સતા પક્ષ ભાજપ સદંતર નિષ્ફળ રહ્યો છે. ગુરુવારે બંગાળમાં થયેલી હિંસા બાબતે જિલ્લા ભાજપના વિરોધ પ્રદર્શન ના વધુ એક તાયફઓ જોઈ નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા ધરણા
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેર ના મુખ્ય ટાવર ચોક વિસ્તારમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરી ભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, શહેર ભાજપ પ્રમુખ દેવા ભાઈ ધારેચા સહિત આગેવાનો સહિત અસંખ્ય કાર્યકરો જોડાયા હતા અને બંગાળ માં TMC ના કાર્યકરો દ્વારા થઈ રહેલા અત્યાચારોને વખોડી સુત્રો સાથેના બેનરો લઈ રોડ પર ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચો : જામનગરમાં ભાજપે બંગાળ હિંસાના વિરોધમાં યોજ્યા પ્રતીક ધરણા
નિયમો ફક્ત પ્રજા માટે કેમ ?
સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે તે અંગેનું બે દિવસ પૂર્વે જ રાજ્ય સરકારના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે, તો પછી ભાજપના આગેવાનો કાર્યકરો વિરોધ પ્રદર્શનના નામે જાહેરમાં રાજકીય તાયફઓ કઈ રીતે કરી શકે. શા માટે તંત્ર આવા રાજકીય કાર્યક્રમ ને અટકાવી ના શક્યું આવા અનેક સવાલો હાલ જનતા માં ઉઠી રહ્યા છે અને ભાજપ પર ફિટકાર વરસાવી રહ્યા છે.