ETV Bharat / state

500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર - latest news of Gir-Somnath

તૌકતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં વેરેલા વિનાશથી બાગાયતી અને ખેતી પાકોનો સોથ વળી જતાં ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા ત્વરિત પાક નુકશાન અંગે સર્વે કરાવી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્‍તારો માટે 500 કરોડનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. જે રાહત પેકેજ અંગે ગીર પંથકના ખેડુતોએ અસંતોષ વ્‍યકત કરી જેટલી નુકશાની થયેલી છે તેની સામે મામુલી રકમની રાહત જાહેર કરી છે. જેના કારણે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર જોવા મળ્યો છે.

Gir somnath
Gir somnath
author img

By

Published : May 29, 2021, 1:13 PM IST

  • રાજય સરકારનું ખેડૂતો માટેના રાહત પેકેજથી ગીર પંથકના ખેડૂતોમાં અસંતોષનો સૂર
  • ખેડૂતોને નુકશાની અને પાકોના ઉછેર પાછળ થયેલ ખર્ચના 70 ટકા જેટલી રકમ તો રાહતરૂપી મળવી જોઇએ તેવો ખેડૂતોનો સૂર
  • જમીન સંપાદન સમયે આંબાનું વળતર 14 હજાર, સહાય સમયે 1 હજાર

ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડાએ વેરેલા વિનાશથી બાગાયતી અને ખેતી પાકોનો સોથ વળી જતાં ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા ત્વરિત પાક નુકશાન અંગે સર્વે કરાવી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્‍તારો માટે 500 કરોડનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. જે રાહત પેકેજ અંગે ગીર પંથકના ખેડુતોએ અસંતોષ વ્‍યકત કરી જેટલી નુકશાની થઈ છે તેની સામે મામુલી રકમની રાહત જાહેર કરી છે.

જમીન સંપાદન સમયે આંબાનું વળતર 14 હજાર, સહાય સમયે 1 હજાર

રાજય સરકારએ સામાન્ય રીતે જમીન સંપાદન સમયે આંબાના એક ઝાડની કિંમત રૂપિયા 14થી 15 હજાર જાહેરનામાં મુજબ નકકી કરી તે ચૂકવે છે. સરકાર પોતે આ નિયત કરેલી રકમ સ્વીકારે છે તો પછી કૃષિ રાહત પેકેજમાં એક આંબાની કિંમત માત્ર રૂપિયા 1 હજાર જેટલી આંકી સહાય ચુકવવાની જાહેરાત કરી છે જે ખેડુતોને થયેલી નુકશાનીની સામે પુરણીમાં પુણી સમાન રાહત છે.

500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના પગલે સુરત જિલ્લામાં 757 ગામોમાં 5,826 હેક્ટરમાં પાક નુકસાન

તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોની હાલત કફોડી

તૌકતે વાવાઝોડામાં ખેતી-બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકશાન પહોચ્‍યું છે. ખેતીના પાકો અને વૃક્ષો મોટી સંખ્‍યામાં ઘરાશાયી થઇ ગયા હોવાથી જગતના તાત એવા ખેડુતો કફોડી હાલતમાં મુકાય ગયા છે. ત્‍યારે ખેડુતોને રાહત આપવા ગઇકાલે મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાથી નુકશાન થયેલી ખેતીને બેઠી કરવા 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.

ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર

ત્યારે રાજય સરકારના રાહત પેકેજ અંગે ગીર પંથકના ખેડૂતોના પ્રતિભાવ જાણતા સરકારના રાહત પેકેજ સામે મહદઅંશે અસંતોષનો સુર જોવા મળયો હતો. આ અંગે બાગાયતી ખેડૂત દેવસીભાઈ સોલંકીએ જણાવ્યું કે,

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત મામુલી છે. કારણ કે, એક હેકટર જમીનમાં 100 આંબાના વૃક્ષોનું વાવેતર હોય છે. 1 આંબાનું વૃક્ષમાંથી ખેડૂતને વર્ષે એક વાર રૂપિયા 2થી 3 હજાર સુઘીની આવક થતી હોય છે. જે મુજબ એક હેકટરમાં 100 આંબા મુજબ અઢીથી ત્રણ લાખની આવક ખેડુતોને થતી હોય છે. જેની સામે રાજય સરકારએ એક હેકટર દીઠ એક લાખનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે. જે વ્‍યાજબી નથી. સરકારએ ખરેખર આંબાની 1,000 ગણી સહાય ગણવી જોઇએ.

બાગાયતી ખેડૂત દેવસીભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે,

સામાન્ય રીતે જમીન સંપાદન સમયે આંબાના એક ઝાડની કિંમત રૂપિયા 14થી 15 હજાર રાજય સરકારના જાહેરનામાં મુજબ ચૂકવાય છે અને આ રકમ સરકાર પોતે સ્વીકારે છે તો પછી વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં એક આંબાની કિંમત માત્ર એક હજાર જેટલી આંકી બાગાયતી ખેડુતોને અન્‍યાય કર્યો છે. જેમાં ફેરફાર થવો જોઇએ. આના કારણે ખેડૂતોમાં રાજય સરકારના રાહત પેકેજને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યની ખેતીને મોટાપાયે નુકસાન

જયારે બાગાયતી ખેડુત બાલુભાઇ દોમડીયાએ જણાવ્યું કે,

આંબાના બગીચામાં ત્રણ લાખની નુકશાન સામે માત્ર 30 હજારની સહાય જાહેર કરાઈ છે. તો તલ, બાજરી સહિતના પાકોમાં એક હેક્ટરમાં 50 હજાર આસપાસનો ખર્ચ ખેડૂતોને થતો હોય છે. જેની સામે માત્ર 20 હજારની સહાય ચુકવવાની જાહેરાત ખેડૂતો માટે અપુરતી છે. રાજય સરકારએ રાહત પેકેજમાં નુકશાનીની બદલામાં જે રકમ ચુકવવાની જાહેરાત કરી છે તે ખુબ ઓછી છે. કારણ કે, પાકોની વાવણી પાછળ ખેડૂતોને થતાં ખર્ચ સામેનું કોઇ વળતર રાહત પેકેજમાં જાહેર થયા મુજબ મળે તેવું નથી. સરકારે ખરેખર ખેડુતોને થયેલ નુકશાનીનું 60થી 70 ટકા રકમનું વળતર ચુકવવું જ જોઇએ. તો જ ખેડુતોની મુશ્‍કેલી દુર થશે અન્‍યથા નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.