ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. તાલાલા ગુંદરણ ગામના ખેડૂતના ખેતરમાંથી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ખેડૂત રામશી કરંગીયાના ખેતરમાં તપાસ કરતા અહીંથી અલગ અલગ બંદુક, તલવાર, ધારિયા સહિત 30 કરતા વધુ હથિયાર પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
સોમનાથ પોલીસે હથિયારની ફેક્ટરી ઝડપી પાડી : ગીર સોમનાથ જિલ્લા પોલીસને આજે ખૂબ મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં આવેલા રામશી કરંગીયાના ખેતરમાંથી હાથ બનાવટના હથિયારો બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપાઈ ગઈ છે. સોમનાથ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસે ગુંદરણ ગામના ખેતરમાં તપાસ કરતા ખેડૂત રામશી કરંગીયાના ખેતરમાંથી તેઓ પોતે દેશી હથિયારો બનાવતા પકડી પકડાઈ જવા પામ્યા છે. ત્યારે પોલીસે તેમની પાસેથી અલગ અલગ જાતના 30 કરતાં વધુ હથિયારો સાથે આરોપી ખેડૂત રામશી કરંગીયાને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો ભંગારની આડમાં યુદ્ધના હથિયાર, સરહદી જિલ્લો કચ્છ બની રહ્યો ગુનાખોરીનું કેન્દ્ર
હાથ બનાવટના અલગઅલગ હથિયારો ઝડપાયા : સોમનાથ પોલીસે ગુંદરણ ગામના ખેડૂતના કબજાવાળા ખેતરમાંથી હાથ બનાવટની ચાર દેશી બંદૂક સાથે ચાર તલવાર તીક્ષ્ણ પાંચ છરી ધારિયા અને ગુપ્તીના 3 નંગ 2 ભલા ફરસી અને કુહાડી એક તેમજ ચાર લાકડી મળીને કુલ 23 જેટલા હાથ બનાવટના હથિયારો મળી આવ્યા છે. પોલીસ તપાસમાં તે ચાલુ હાલતમાં જોવા મળ્યા હતાં. આની સાથે ફેક્ટરીમાંથી જીવતા 11 કારતૂસ, લોખંડની નાની ગોળીઓ 30 નંગ, નાના મોટા 20 જેટલા છરા, લોખંડના છરા ભરેલા છ બોક્સ, દારૂ ભરેલી પ્લાસ્ટિકની કોથળી તેમજ ગન પાવડર મળી આવતા સોમનાથ પોલીસે ખેડૂત રામશી કરંગીયા સામે ગેરકાયદેસર હથિયારની ફેક્ટરી ચલાવવી અને તેમાં હથિયારનું નિર્માણ કરવાનો ગુનો નોંધીને આરોપી રામશી કરંગીયાની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો નકલી પિસ્તાની ફેક્ટરી: મગફળીમાંથી બનાવતા હતા પિસ્તા, છેતરપિંડી કરનારા ઝડપાયા
જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી : ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા હથિયારની મિનિ ફેક્ટરી ઝડપાવાને લઇને માધ્યમોને માહિતી આપતાં જણાવ્યું હતું કે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રામશી કરંગીયાની વાડીમાં તપાસ કરતા પોલીસને મળેલી બાતમી મુજબ હાથ બનાવટના દેશી હથિયારો મળી આવ્યા હતાં.
હથિયારો કોના માટે બનાવવામાં આવતા હતા : અહીંથી આ હથિયાર કોને સપ્લાય કરવામાં આવતા હતાં, અગાઉ આ હથિયાર અન્ય કોને કોને આપવામાં આવ્યા છે તેમજ હથિયારની ફેક્ટરી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે આ તમામ મામલાને લઇને પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે, આરોપી રામશી કરંગીયા પરવાનાવાળું હથિયાર ધરાવે છે જેને લઇને પણ તેઓ હથિયાર બનાવવાની ફેક્ટરીના કામમાં લાગ્યા હશે તેવું પોલીસનું અનુમાન છે. એક વર્ષ પૂર્વે આરોપી રામશી કરંગીયા વિરુદ્ધ તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ત્યારે સમગ્ર મામલાને લઈને ગીર સોમનાથ પોલીસ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે.