ગીરસોમનાથઃ એક તરફ જ્યારે સોશ્યલ મીડિયામાં લોકો CAA અને NRC મુદ્દે પોતાનો મત સાચો ઠરાવવા અભદ્ર ભાષામાં સામસામે કોમેન્ટ કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી અને દેશના બીજા ઘણા શહેરોમાં રમખાણો ચરમસીમાએ પહોંચ્યા છે.
આવી નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક રીતે પોતાનો મત રજૂ કરવા ગીરસોમનાથમાં લાઠીગરા પરિવારે પોતાના પુત્રના લગ્નમાં CAA અને NRCને સમર્થનના પોસ્ટરો લગાવ્યા છે. સાથેજ આ પરિવાર આવેલ મહેમાનોને બેરોજગારી અને આતંકવાદને ડામવા CAA જરૂરી છે, તેવી જાગૃતતા ફેલાવવા પ્રયત્ન કરી રહ્યો છે.તો સાથેજ કીર્તિ લાઠીગરા નામના આ વેપારીએ પોતાના પુત્ર યશના લગ્નમાં મંડપ પૂજન પેહલા ભારત માતાનું પૂજન કરતા જણાવ્યું હતું કે, જે માતાએ આપણને વસવાટ કરવા જમીન, ખાવા ભોજન અને પીવા પાણી આપ્યું તેનું ઋણ સ્વીકાર કરવું સૌથી જરૂરી છે.