ગીર સોમનાથ : ગીર ગઢડા નજીક આવેલા દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા વેકેશનના સમય દરમિયાન શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમત અને અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં મહારત પ્રાપ્ત કરે તે માટેનું આયોજન થતું હોય છે, જેના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા નજીક આવેલા દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્ય કક્ષાની ફેન્સીંગ અને યોગ તાલીમ પ્રશિક્ષણનો શરૂઆત કરવામાં આવી છે. જે આગામી 31 તારીખ સુધી કેમ્પમાં સામેલ વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત પ્રશિક્ષકો દ્વારા તાલીમ આપવાનું આયોજન કરાયું છે.
ફેન્સીંગને લઈને તાલીમ : ફેન્સીંગ જેવી રમતમાં હજુ સુધી આપણે ખૂબ પાછળ જોવા મળી રહ્યા છે, અત્યાર સુધીના રમતગમત ક્ષેત્રના ઇતિહાસમાં ફેન્સીંગ જેવી રમતમાં ભારતને હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું નથી. જેને ધ્યાને રાખીને 2015માં રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવી ચૂકેલા રોશન થાપાને ફેન્સીંગના પ્રશિક્ષક તરીકે નિમણૂક આપીને રાજ્યમાં ફેન્સીંગ જેવી રમતોમાં વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી આગળ આવે તે માટેની જવાબદારી તેમને સોંપી છે. જેમના માર્ગદર્શન નીચે આજે રાજ્યની 50 જેટલી યુવતીઓ ફેન્સીંગની તાલીમ મેળવી રહી છે.
વર્ષ 2015થી સમગ્ર રાજ્યના ખેલાડીઓને ફેન્સીંગની તાલીમ આપી રહ્યા છે. ફેન્સીંગ જેવી રમતમાં ગુજરાત પૂરતા પ્રમાણમાં વ્યાપ અને વિસ્તાર ધરાવતુ નથી, પરંતુ આ રમત રમતના ક્ષેત્રમાં ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. તેવા ખેલાડીઓને નીરખીને બહાર લાવી તેમને પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ ગુજરાતની 50 જેટલી યુવતીઓ ફેન્સીંગની તાલીમ મેળવી રહી છે - રોશન થાપા (ફેન્સીંગ કોચ)
યોગ માસ્ટર પૂજા પટેલે કરી માંગ : મૂળ મહેસાણાની પૂજા પટેલે યોગમાં મહારત પ્રાપ્ત કરી છે. પાછલા 15 વર્ષથી તે સતત યોગાનો અભ્યાસ કરી રહી છે. જેમાં તેને સારી સફળતા પણ મળી છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન પૂજા પટેલે યોગના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 10 કરતા વધુ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે દ્રોણેશ્વર આવેલી પૂજા પટેલે જણાવ્યું હતું કે, યોગ શરીરની સાથે વ્યક્તિના વિકાસમાં ખૂબ મહત્વનું છે. જેને ધ્યાને રાખીને યોગ હવે ધીમે ધીમે વિશ્વના દેશોમાં સ્વીકૃત બનતો જાય છે, પરંતુ જે રીતે ભારતના રાષ્ટ્રીય રમતોત્સવમાં યોગને રમત તરીકે સ્વીકારવામાં આવી છે. તેવી જ રીતે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક જેવા વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભમાં પણ યોગને સામેલ કરવામાં આવે તો સમગ્ર વિશ્વના લોકો યોગ સાથે જોડાશે. જેનાથી શારીરિક અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરશે માટે યોગને ઓલમ્પિક જેવા રમતોત્સવમાં સામેલ કરવો જોઈએ માંગ છે.
સુરતના કારણે વિદેશના લોકો પહેલી વાર શીખી રહ્યા છે યોગ ગરબા
'મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું વર્લ્ડ ન. 01 હોત' : બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા
હવે ભારત ઓલિમ્પિકનું આયોજન કરવા સક્ષમ, નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિનું નિવેદન