ETV Bharat / state

સોમનાથથી અયોધ્યા સુધીની દોડનો શુભારંભ કરતો દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી - સોમનાથ ન્યૂઝ

દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો 30 માર્ચથી આરંભ કર્યો હતો. સોમનાથ મંદિરના ટ્રસ્ટના અધિકારીઓએ દોડવીરને લીલી ઝંડી આપી હતી. દોડવીર ઘનશ્યામ સુદાણી પ્રારંભ કરેલી દોડની પૂર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યામાં 21 એપ્રિલે રામનવમીના દિવસે કરશે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટે અભિવાદન સાથે આપી લીલી ઝંડી

author img

By

Published : Mar 30, 2021, 3:43 PM IST

Updated : Mar 30, 2021, 5:14 PM IST

  • ઘનશ્યામ સુદાણીએ દોડનો કર્યો શુભારંભ
  • 21 દિવસમાં 1800 કિ.મી. અંતર કાપી પહોંચશે અયોધ્યા
  • સોમનાથ મંદિરના ટ્રસ્ટે અભિવાદન સાથે આપી લીલી ઝંડી

ગીર સોમનાથ: જગવિખ્યાત સોમનાથ મંદિરથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણધીન ભવ્ય રામ મંદિર સુધીની અમરેલી જિલ્લાના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણીએ 30 માર્ચથી સોમનાથ મહાદેવના સાંનિધ્યથી પ્રારંભ કર્યો છે. આ તકે યુવકને મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી. યુવક 21 દિવસમાં 1800 કિ.મી. અંતર કાપી અયોધ્યા પહોંચશે.

21 દિવસમાં 1800 કિ.મી. અંતર કાપી પહોંચશે અયોધ્યા

આ પણ વાંચો: વીર જવાનોના સન્માન અર્થે પાટણમાં યોજાઈ રન ફોર રક્ષક દોડ

સોમનાથની પૂજા-અર્ચના કરી શુભારંભ કર્યો

સંકલ્પથી સિદ્ધિ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર વહેલી તકે નિર્માણ થાય અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા શુભ ઉદેશ સાથે મૂળ અમરેલીના પીપળવા ગામના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણીએ સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો આજે 30 માર્ચે ભગવાન સોમનાથની પૂજા-અર્ચના કરી શુભારંભ કર્યો છે. સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ દોડવીર યુવકનું અભિવાદન કર્યું અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલું હતું.

ઘનશ્યામ સુદાણીએ દોડનો કર્યો શુભારંભ

આ પણ વાંચો: 135 દિવસમાં 6000 કિમિ અંતર કાપી સદ્ભાવના સંદેશ સાથે નીકળેલી યુવતી વલસાડ પહોંચી

ઘનશ્યામ સુદાણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી ચૂક્યા છે

દોડવીર ઘનશ્યામ સુદાણી સોમનાથ મંદિરથી પ્રારંભ કરેલી દોડની પૂર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યામાં 21 એપ્રિલે રામ નવમીના દિવસે થશે. સોમનાથથી અયોધ્યા સુધીનું 1800 કિ.મી.નું અંતર દોડવીર 21 દિવસમાં પૂર્ણ કરશે. અગાઉ પણ સતત 72 કલાક દોડી ઘનશ્યામ સુદાણી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી ચુકેલા છે.

Last Updated : Mar 30, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.