- તૌકતેને લઈને તમામ તંત્ર એલર્ટ પર
- કોસ્ટ ગાર્ડ દ્વારા 8500 માછીમારોને દરીયા કાંઠે લાવવામાં આવ્યા
- હાલ દરીયો ના ખેડવા આપવામાં આવી સુચના
ગીર-સોમનાથ: રાજ્યમાં આજે સાંજ સુધી તૌકતે પહોંચવાની સંભાવના છે. રાજ્યના તમામ વિભાગો પણ વાવઝોડાને લઈને એલર્ટ પર છે એવામાં કોસ્ટગાર્ડની કામગીરીમાં વધારો થયો છે. કોસ્ટ ગાર્ડે આજે 8,500 માછીમારોને સહિસલામત કાંઠે લાવવવાની કામગીરી પૂરી કરી છે.
તમામ માછીમારોને કાઠે લાવવામાં આવ્યા
જેના પગલે રાજય સરકારે મઘદરીયે માછીમારી કરી રહેલ ફીશીગ બોટોને પરત બોલાવવા તથા નજીકના બંદરોમાં સુરક્ષિત સ્થળે પહોંચી જવા આદેશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી હતી જેના પગલે ત્રણ દિવસથી કોસ્ટગાર્ડ દ્રારા દરીયાઇ પેટ્રોલીંગ વઘારી દેવામાં આવ્યું હતું. મઘ દરીયે ફીશીગ બોટોને વાવાઝોડાની જાણકારી આપવા કોસ્ટગાર્ડ દ્રારા હેલીકોપ્ટર અને સ્પીડ બોટોની મદદથી માછીમારોને જાણ કરવાની કવાયત હાથ ઘરી હતી.