સોમનાથ: શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાયં શૃંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવ્યું હતું. સોમવારે મહાદેવને ભક્તો દ્વારા 11 જેટલી ધ્વજા પૂજા કરવામાં આવી હતી. સાંજે આરતી પહેલા પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવની મહાપૂજા કરી હતી.
સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-30 સુધી દસ હજારથી વધુ ભક્તો આવ્યા હતા. જે પૈકી 3,746 ભક્તોએ પ્રથમ સોમવાર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.