ગીર-સોમનાથઃ અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ થશે તે દિવસે સોમનાથ મહાદેવમાં પણ ખાસ પૂજા થશે તેમજ તીર્થને શ્રૃંગાર કરાશે અને દિવસભર સોમનાથમાં વિશેષ ભક્તિ કાર્યક્રમો યોજાશે.
આજથી 30 વર્ષ પહેલા સોમનાથથી અડવાણીએ 25 સપ્ટેબર 1990ના રોજ સોમનાથથી સરયુ સુધીની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે યોગાનું યોગ હાલ અડવાણી, મોદી અને અમીત શાહ ત્રણેય સરકારના મુખ્ય હોદ્દા પર છે તેમજ સાથે ત્રણેય સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છે, ત્યારે સંકલ્પભુમી સોમનાથમાં કાલે વીશેષ આયોજનો કરાયાં છે. જેમાં વીશેષ મહાપૂજા, રામાયણના પાઠ, હનુમાન ચાલીસા સહીત ભક્તી સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.
સોમનાથ મંદિરને શણગારવામાં પણ આવશે, જોકે મહામારીના કારણે તમામ કાર્યક્રમો સોશિયલ મીડિયા દ્વારા લાઈવ કરાશે. સોમનાથ મંદિર કરોડો ભાવીકોના આસ્થાનું પ્રતિક છે. અયોધ્યામાં રામ મંદિર માટે યાત્રા સોમનાથથી શરૂ થઈ હતી, 12 થી 12-30ના સમયમાં જ્યારે શિલાન્યાસ થશે, ત્યારે સોમનાથ મંદિરમાં મહાપૂજા કરાશે, સાથે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરાશે.
મહામારીના કારણે તમામ કાર્યક્રમો સોશિયલ મીડિયામાં લાઈવ કરાશે. જેથી લોકો તમામ ઘરે બેસી આ કાર્યક્રમ નીહાળી શકશે. વીશ્વભરમાં આ પ્રસંગને લોકો પોતાના ઘરે દીવડાઓ પ્રગટાવી આ પ્રસંગને ઊજવશે.