ETV Bharat / state

ગીર સોમનાથના ચૂંટણી જંગમાં ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ, 742 ઉમેદવારો વચ્‍ચે જામશે ખરાખરીનો જંગ - LOCAL BODY ELECTION

ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસમાં જિલ્‍લા પંચાયતની 28, 6 તાલુકા પંચાયતની 128 અને ચાર નગરપાલિકાઓની 128 બેઠકો પરથી 276 ઉમેદવારી ફોર્મ રદ થયા અને પરત ખેંચાયા હતા.

ગીર સોમનાથના ચૂંટણી જંગમાં ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ, 742 ઉમેદવારો વચ્‍ચે જામશે ખરાખરીનો જંગ

author img

By

Published : Feb 17, 2021, 10:04 AM IST

  • ગીર સોમનાથના ચૂંટણી જંગમાં ઉમેદવારો નું આખરી ચિત્ર સ્પષ્ટ
  • 742 ઉમેદવારો વચ્‍ચે જામશે ખરાખરીનો જંગ
  • સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવા, ચકસાણી અને પરત ખેંચવાનો ધમધમાટ પૂર્ણ

ગીર સોમનાથ: સ્‍થાનિક સ્‍વરાજના ચૂંટણી જંગમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે જિલ્‍લા પંચાયતની 28 બેઠકો, 6 તાલુકા પંચાયતની 128 અને 4 નગરપાલિકાઓની 128 બેઠકો પર કુલ 1,018 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્‍યારબાદ ઉમેદવારી પત્રો ચકાસણી અને પરત ખેંચવાના 2 દિવસ દરમિયાન 276 ફોર્મ રદ અને પરત ખેચાઈ જતા કુલ 742 ઉમેદવારો મેદાનમાં રહયા હતા. હવે જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્‍ચે સીધો જંગ જામશે.

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવા, ચકાસણી અને પરત ખેંચવાનો ધમધમાટ પૂર્ણ

ગીર સોમનાથ જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવા, ચકાસણી અને પરત ખેંચવાનો ધમધમાટ પૂર્ણ થયો છે. જેથી કઇ ચૂંટણીમાં કઇ બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્‍પષટ થયું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે કુલ 112 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી 8 રદ થયેલા જયારે 21 ફોર્મ પરત ખેંચાતા હાલ 83 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

તાલુકા પંચાયતો પર એક નજર

જયારે જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં સ્‍પષ્‍ટ થયેલા ચિત્ર મુજબ વેરાવળ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે 90 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 8 રદ થયેલા જયારે 26 ફોર્મ પરત ખેંચાતા હાલ 57 ઉમેદવારો મેદાનમાં છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે 50 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 3 રદ થયા જયારે 3 ફોર્મ પરત ખેંચાતા હાલ 44 ઉમેદવાર મેદાનમાં છે. તાલાલા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે 64 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 8 ફોર્મ પરત ખેંચાતા હાલ 56 ઉમેદવાર મેદાનમાં છે.

કોડીનાર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે 123 ફોર્મ ભરાયેલા હતા

કોડીનાર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે 123 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 9 રદ થયા જયારે 45 ફોર્મ પરત ખેંચાતા હાલ 69 ઉમેદવાર મેદાનમાં છે. ગીરગઢડા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે 77 ફોર્મ ભરાયા હતા. જેમાંથી એક પણ ફોર્મ રદ કરે પરત ન ખેંચાતા 77 ઉમેદવાર મેદાનમાં છે. ઉના તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટે 78 ફોર્મ ભરાયા છે. જેમાંથી 3 રદ થયેલા જયારે 14 ફોર્મ પરત ખેંચાતા હાલ 61 ઉમેદવાર મેદાનમાં છે.

જિલ્લાની ઉના નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે જ ભાજપ એ બહુમતી હાંસલ કરી

જિલ્લાની ઉના નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે જ ભાજપે બહુમતી હાંસલ કરી લીધી છે. પાલિકાની 36 બેઠક પૈકી ભાજપની 21 બેઠકો બિનહરીફ થઈ ચુકી છે. ઉના પાલિકાની 36 બેઠકો માટે 90 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 6 રદ થયા જયારે 33 ફોર્મ પરત ખેંચાતા 51 ઉમેદવારો મેદાનમાં છે. વેરાવળ-પાટણ પાલિકાની 44 બેઠકો માટે 168 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 44 રદ થયા જયારે 6 ફોર્મ પરત ખેંચાતા 118 ઉમેદવારો મેદાનમાં છે. તાલાલા પાલિકાની 24 બેઠકો માટે 76 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 9 ફોર્મ રદ થતા 67 ઉમેદવારો મેદાનમાં છે. સુત્રાપાડા પાલિકાની 24 બેઠકો માટે 93 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી 26 રદ થયા જયારે 4 ફોર્મ પરત ખેંચાતા 63 ઉમેદવારો મેદાનમાં રહેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.