ગીર સોમનાથમાં અપૂરતા વરસાદને લઇ ખેડૂતો ચિંતીત
- પાણી ખારા અને ભાંભરા હોવાથી ખેતી વરસાદી પાણી ઉપર છે આધારીત
- વરસાદ આગામી 10 દિવસમાં ન થાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ
ગીર સોમનાથઃ જિલ્લામાં અપૂરતા વરસાદને લઇ ખેડૂતો ચિંતીત બન્યા છે. જિલ્લામાં મંગળવારે આવેલા વરસાદી ઝાપટાએ પાકને 10 દીવસનું જીવત દાન જરૂર આપ્યું છે. પરંતું જો ફરી 10 દીવસમાં વરસાદ નહી આવે તો નીષ્ફળતાની સ્થીતી સર્જાવાનો ખેડૂતોમાં ભય વ્યાપ્યો છે.
ગીર સોમનાથ જિલ્લો દરીયા કીનારા પર આવેલો હોવાથી અહી આસપાસમાં ખારા અથવા ભાંભરા પાણી છે, જેથી ચોમાસામાં મોટેભાગે મગફળીનું વાવેતર કરાય છે અને જે વાવેતર માત્ર વરસાદ આધારીત હોય છે. ત્યારે વાવેતરના 15 થી 20 દીવસ સુધી વરસાદ ન થતા પાક મુરજાય રહ્યો હતો.જોકે મંગળવારે વરસાદ વરસતા પાકને 10 થી 15 દીવસનું જીવતદાન જરૂર મળ્યું છે. પરંતુ જો આગામી 10 કે 15 દીવસમાં સાર્વત્રીક વરસાદ નહી વરસે તો પાક નીષ્ફળ જવાની ભીતી સર્જાઇ શકે છે.
આ વીસ્તારમાં પાણી ખારા અને ભાંભરા હોવાથી જે પાણી પાકને અનુકુળ નથી, જેથી ખેડૂતો વરસાદ સારો અને સાર્વત્રીક વરસે તેવી આશા રાખી રહ્યાં છે.