ETV Bharat / state

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીની માંગણી કરાઇ

author img

By

Published : Jun 6, 2021, 11:01 AM IST

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ધિરાણ મુદ્દતમાં વધારા મુદ્દે ગીરના ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ સંપૂર્ણ ધિરાણ માફ કરવાની માંગણી કરી છે.

જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીની માંગણી કરાઇ

  • ખેડૂતોના પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદતમાં 30 જુન સુધી વધારો
  • વાઝોડાથી અસરગ્રસ્‍ત ગીર પંથકના ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો
  • ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવા બાબતે નિર્ણય લે તેવી માંગણી

ગીર-સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કપરા કાળમાં ખેડૂતોના પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદતમાં તારીખ 30 જુન સુધી વધારો આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેની સામે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત ગીર પંથકના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાલાલા ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિતના ખેડૂતો દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવાની પ્રબળ માંગણી કરી રહ્યા છે.

પાક ધિરાણની ભરપાઈ કરવાની મુદ્દત 30 જૂન સુધી લંબાવવામાં આવી

રાજ્યની રાષ્‍ટ્રીયકૃત, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેકમાંથી ખેડૂતોએ લીધેલા ટૂંકી મુદ્દતના પાક ધિરાણની ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. ત્‍યારે ભારતીય કિસાન સંઘે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા તમામ વિસ્‍તારોના ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફળ ગયો હોવાથી દય‍નીય સ્‍થ‍િતિમાં મુકાયેલા ખેડૂતોની પરિસ્‍થ‍િતિને ધ્યાને લઇને સરકાર અસરગ્રસ્‍ત વિસ્‍તારના ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવા બાબતે નિર્ણય લે તેવી માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો : પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ

તૌકતે વાવાઝોડાના કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ પામ્‍યો

રાજ્ય સરકારે પાક ધિરાણની રકમ ચૂકવવામાં મુદ્દત વધારાના નિર્ણય સામે વાવાઝોડાના કારણે કફોડી પરિસ્‍થ‍િતિમાં મુકાયેલા ગીર પંથકના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્‍યારે સરકારના નિર્ણય અંગે ભારતીય કિસાન સંઘ તાલાલાના પ્રમુખ પ્રવિણ છોડવડીયાએ જણાવ્યું છે કે, તૌકતે વાવાઝોડાના કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ પામ્‍યો છે.

સરકાર નક્કર નિર્ણય નહીં કરે તો ખેડૂતો વ્‍યાજના ચક્કરના રવાડે ચડશે

ખેડૂતો પાસે પાકની આવક સિવાય અન્‍ય કોઇ આવક ન હોવાથી ખેડૂતો પાસે એક માસમાં પૈસાથી કયાંથી આવશે ? જેથી ધિરાણ કંઇ રીતે રિન્‍યુ કરશે એ મોટો પ્રશ્ન છે ? આ બાબતે સરકાર નક્કર નિર્ણય નહીં કરે તો ખેડૂતો વ્‍યાજના ચક્કરના રવાડે ચડશે અને તેમાં ફસાઇ અઘટિત પગલું ભરવું પડે તેવી સ્‍થ‍િતિમાં મુકાઇ જશે.

અસરગ્રસ્‍ત વિસ્‍તારના ખેડૂતોનું 3 લાખ સુધીનું સંપૂર્ણ ધિરાણ માફ કરે

આઝાદી પછી પ્રથમ વાર જગતના તાત પોતાનું અસ્‍ત‍િત્‍વ બચાવવા માટે સરકાર સંપૂર્ણ ધિરાણ માફ કરે તેવી આશા સેવી છે. જેથી સંઘની સ્‍પષ્‍ટપણે માંગણી છે કે, અસરગ્રસ્‍ત વિસ્‍તારના ખેડૂતોનું 3 લાખ સુધીનું સંપૂર્ણ ધિરાણ માફ કરે અન્‍યથા અમારે આંંદોલન કરવાની ફરજ પડશે. જેથી વહેલી તકે ખેડૂતોના હિતમાં માફ કરવાનો નિર્ણય કરે તેવી માંગણી છે.

આ પણ વાંચો : બારડોલી તાલુકાના મઢી સુરાલી નાગરિક ધિરાણ મંડળીની ચૂંટણીમાં 8 ઉમેદવારો બિનહરિફ વિજેતા થયાં

ધિરાણની રકમ ભરી શકે તેવી સ્‍થ‍િતિ ન હોવાથી પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવું

કિસાન સંઘના પૂર્વ હોદ્દેદાર છગનભાઇ ભાલોડીયાએ જણાવ્યું છે કે, છેલ્‍લા એક વર્ષથી ખેડૂતો કોરોનાના અને તાજેતરના વાવાઝોડાના લીધે બેહાલ થઇ ગયા છે. છેલ્‍લા એક વર્ષથી કોરોના સંકટ સહિતના અનેક કારણોને લીધે ખેડૂતોને પોતાની જણસીના પુરા ભાવો મળયા નથી. જેના લીધે કપરી પરિસ્‍થ‍િતિનો સામનો કરી રહેલા ખેડૂતોના કેરી સહિતના પાકને વાવાઝોડાએ નેસ્‍ત નાબુદ કરી નાંખતા કફોડી સ્‍થ‍િતિમાં મુકાઇ ગયા છે. જેથી એક માસમાં ખેડૂતો કોઇપણ રીતે ધિરાણની રકમ ભરી શકે તેવી સ્‍થ‍િતિમાં ન હોવાથી પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવું જરૂરી છે.

વાવાઝોડાથી ખેડૂતોના જીવનનિર્વાહના ખેતી પાકો સહિતના સાધનો નાશ પામ્‍યા

તાલાલાના ખેડૂત આગેવાન ડી. બી. સોલંકીએ જણાવ્યું છે કે, ધિરાણ ભરવાની મુદ્દતમાં વધારો કરવાના નિર્ણથી ખેડૂતોને કોઇ રાહત થવાની નથી. કારણ કે, વાવાઝોડાની આફતમાં ખેડૂતોના જીવનનિર્વાહના ખેતી પાકો સહિતના સાધનો નાશ પામ્‍યા હોવાથી આર્થિક મુશ્‍કેલીમાં મુકાયો છે. હાલ પાક સંપૂર્ણ નાશ પામ્‍યો હોવાથી ખેડૂતોને કયાંયથી આવક થવાની શકયતા ન હોવાથી પાક ધિરાણની રકમ માફ થવી એ સમયની જરૂરિયાત છે.

અસરગ્રસ્‍ત જિલ્‍લાના તાલુકા અને વિસ્‍તારના ખેડૂતોનું જ સંપૂર્ણ ધરાણ માફ કરવું

જેમ દેશમાં ઉદ્યોગપતિઓ બેંકોમાંથી કરોડોની લોન લીધા પછી ભરપાઇ ન કરી શકે તો તેને માફ કરી દેવામાં આવે છે. તે રીતે ખેડૂતોની દયનીય પરિસ્‍થ‍િતિને સરકારએ ધ્યાને લઇ ધરાણ માફ કરવા બાબતે વિચારી નિર્ણય લેવો જોઇએ. ફકત વાવાઝોડાથી અસરગ્રસ્‍ત જિલ્‍લાના તાલુકા અને વિસ્‍તારના ખેડૂતોનું જ સંપૂર્ણ ધરાણ માફ કરવું જોઇએ તેવી અમારી લાગણી અને માંગણી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.