તાલાલા તાલુકાના 9 ગામને કમલેશ્વર ડેમમાંથી પાણી અપાતા ખેડૂતો ખુશ
200થી પણ વધુ હેક્ટરમાં કેરીના આંબા, તલ, મગ, અડદ અને શેરડીનાં વાવેતરને મબલખ ફાયદો
ક્મલેશ્વર ડેમમાંથી તાલાલા પંથકના 9 ગામના ખેડૂતોને ઉનાળુ પાક માટે પાણી અપાયા
ગીર સોમનાથ: તાલાલા પંથકના બોરવાવ, ગીર-વિરપુર, ગીર-ગુંદરણ, ગીર-ઘુસિયા, ગીર-ગલિયાવડ, ગીર-પીપળવા, ગીર-તાલાલા, ગીર-ધ્રામણવા અને ગુણવંતપુર 9 ગામના ખેડૂતોને ઉનાળુ પાક માટે કમલેશ્વર ડેમમાંથી પાણી આપતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
ખેડૂતોને ઉનાળુ પિયત માટે કેનાલ વાટે પાણી આપવામાં આવ્યા હતા
તાલાલા પંથક તથા ગીરના જંગલમાં આ વર્ષ મેઘરાજા મન મૂકી વરસતા તાલાલા પંથની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલો ક્મલેશ્વર ડેમ ઓવરફલો થયો હતો. છલોછલ ભરેલા ક્મલેશ્વર ડેમમાંથી હિરણ નદી ઉપર આવેલા કેનાલ વિસ્તારમાં આવતા તાલાલા પંથકના 9 ગામના ખેડૂતોને ઉનાળુ પિયત માટે કેનાલ વાટે પાણી આપવામાં આવ્યા હતા.
મલેશ્વર ડેમનું પાણી સમયસર મળતા 9 ગામના ઉનાળુ વાવેતરને મબલખ ફાયદો
તાલાલા પંથકના કેનાલ વિસ્તારમાં આવતા નવ ગામના ખેડૂતોએ તલ, મગ, અડદ, શેરડીનું 200 હેક્ટરમાં કરેલા ઉનાળું વાવેતર ઉપરાંત કેસર કેરીના આંબાને ઉનાળાના ધોમ ધખતા તાપમાનમાં મલેશ્વર ડેમનું પાણી સમયસર મળતા 9 ગામના ઉનાળુ વાવેતરને મબલખ ફાયદો થયો છે.