ગીર સોમનાથમાં જરૂરિયાત સમયે વરસાદ ઓછો થયો છે અને પાછળથી ભારે વરસાદનાં કારણે મગફળીનાં પાકને વ્યાપક નુકશાન થયું છે. જેને પગલે કોડીનાર માર્કેટયાર્ડમાં 900ને બદલે 600થી 700 રૂપીયામાં મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી.
આ ખરીદીને લઇને માર્કેટીંગ યાર્ડ સંચાલકનું કહેવું છે કે અમુક ખેડૂતોની મગફળી નબળી અને ધૂળવાળી હોવાને લીધે તેનો વધુ ભાવ ન આપી શકાય તે બાબતે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે જે માટે આગેવાનો સાથે મીટીંગ કરી રહ્યા છીએ, જેમાં સારી મગફળીનાં યોગ્ય ભાવ અપાશે અને નબળી હોય તેનો જ ઓછો ભાવ કરાશે તેવી ખાત્રી આપી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.