- રાજ્યામાં કોરોનાના કેસો વધી રહ્યા છે
- વેરાવળ સબ રજીસ્ટાર કચેરીના કર્મચારીઓ કોરોના સંક્રમિત
- બાર એસોસિએશને બહાર પાડ્યું જાહેરનામું
ગીર-સોમનાથ: ગુજરાતમાં કોરોના મહામારીમાં કોમ્યુનીટી ટ્રાન્સમીશન ખુબ જ તિવ્ર ગતિથી ફેલાઈ રહ્યું છે. ગીરસોમનાથ જિલ્લા તથા વેરાવળ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદીન ખુબજ ગંભીર પ્રમાણમાં વધી રહ્યું છે. હાલ વેરાવળ કોર્ટના સ્ટાફ સભ્યો પૈકી આશરે બાર સભ્યો તથા એક જયુડીશીયલ ઓફીસર કોરોના સંક્રમીત થયા છે વેરાવળ બાર એસોસિએશનના સાત થી આઠ એડવોકેટ કોરોનાથી સંક્રમીત થયા છે તેમજ તાલાલા કોર્ટના સ્ટાફ તથા એડવોકેટસ મિત્રો સહીત 9 વ્યકતીઓ કોરોનાથી સંક્રમીત થયા છે તથા વેરાવળ સબ–રજીસ્ટ્રારની કચેરીના ત્રણ કર્મચારીઓ તથા ડેપ્યુટી કલેકટર કચેરીના ત્રણ થી ચાર કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત થયા છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોના સંક્રમણ વધતા 25 માર્ચથી 5 એપ્રિલ સુધી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં માત્ર મહત્વના કામો કરાશે
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
હાલ વેરાવળ સિવિલ હોસ્પીટલ તથા સરકારશ્રી દ્વારા જાહેર કરવામા આવેલા કોવિડ હોસ્પીટલોમાં ર્દદીઓ માટે બેડ ખાલી નથી અને ઓકસીજનની પણ પુરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી. આ ગંભીર મહામારીની સ્થીતીમાં વેરાવળ બાર એસોસિએશનના એડવોકેટ મીત્રોને એક સાથે ભેગા કરી જનરલ બોર્ડની મિટીંગ બોલાવવી ઠરાવ કરવો તે ભયજનક સ્થીતી ઉત્પન કરી શકે છે તેથી ધી વેરાવળ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રોના તથા તેમના પરીવારના તથા કોર્ટના સ્ટાફના તથા સબ-રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા ડેપ્યુટી કલેકટર કચેરીના કર્મચારીઓ તથા જાહરે સામાજિક હીતમા તથા દરેક વ્યકતીના સ્વાસ્થયની સલામતીના માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, વેરાવળ રેવન્યુ પ્રેકટીસનર એડવોકેટ મિત્રો તથા સબરજીસ્ટ્રાર કચેરીમા કોઈપણ દસ્તાવેજને લગતા કામ કરતા ધી વેરાવળ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો કે બહારગામથી આવતા એડવોકેટસ મિત્રો એ તારીખ 22–04–2021થી કોઈપણ પ્રકારના નવા દસ્તાવેજ, મેમોરન્ડમ કે અન્ય કોઈપણ પ્રકારના સબરજીટ્રાર કચેરીને લગતા કામો માટે ટોકન લેવા નહિં અને તારીખ 30–04–2021 સુધીના લીધેલા ટોકન રદ્દ કરવા અને વેરાવળના કે બહારગામથી કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે દસ્તાવેજો નોંધાવવા આવતા પક્ષકારો, સાક્ષીઓને વેરાવળ મા બોલાવવા નહિં અને કોઈપણ એડવોકેટ મિત્રોએ તેમની તથા તેમના પરીવાર ના સ્વાસ્થય ની સલામતી માટે સબરજીસ્ટ્રાર કચેરીમા તા.30-04–2021 સુધી કોઈપણ પ્રકારના દસ્તાવેજો નોંધાવવા કે સર્ચ લેવા કે મેમોરન્ડમ નોંધાવવા જવુ નહિં કે સબરજીસ્ટ્રાર વેરાવળની કચેરીમાં પ્રવેશ કરવો નહિં.