ગીર સોમનાથ: કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી બન્યું છે. ત્યારે ડિજિટલ યુગમાં ડિજિટલ ઈ-લોકાર્પણ કરી લોકોની સુવિધામાં વધારો કરાયો છે. કોરોના વાઈરસની મહામારીમાં પણ હવે સરકારી કચેરીઓ શરૂ થઈ રહી છે. જિલ્લાની RTO કચેરીનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસની મહામારીમાં 14 હજાર કરોડનું પેકેજ જાહેર કરી ગુજરાતની પરિકલ્પનાને સાર્થક કરવામાં આવી રહી છે. સરકારે બસ સ્ટેશનના અને RTOના નવા કામો સમયસર મર્યાદામાં પુર્ણ કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લા RTO કચેરીનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. અરજદારોને સારી ઓનલાઈન સુવિધા મળી રહે તે માટે સરકારે RTO ને લગતી કામગીરી લર્નિંગ લાયસન્સ, રિન્યું લાયન્સ ડિજિટલાઈઝ કરવામાં આવ્યું છે. જેથી ગુજરાતનો કોઈપણ વ્યક્તિ દેશ-વિદેશમાંથી તેની ઓનલાઈન અરજી કરી શકે છે.
વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર દ્રારા 4 કરોડ 70 લાખના ખર્ચે તૈયાર થયેલ RTO કચેરીમા અધતન ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ પર ટુ વ્હિલર, એલએમવી માટે ટેસ્ટની સુવિધા, ટ્રાન્સપોર્ટ વાહનો માટે આધુનિક મશીન દ્રારા તપાસણી કરી ફિટનેસ કરી શકાય તેવુ આધુનિક ફીટનેસ સેન્ટર, વેઈટીંગ રૂમ સહિતની સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે.