ETV Bharat / state

સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે - કોરોના ગાઇડલાઇન

પવિત્ર શ્રાવણ માસની 9 ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે, ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં ભક્તોને લઈને કોરોના ગાઇડલાઇનના ચુસ્‍ત પાલન સાથે ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. ભક્તોને ભગવાનના દર્શન માટે ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ લેવો ફરજીયાત રહેશે.

સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

author img

By

Published : Aug 8, 2021, 9:32 PM IST

  • દર્શન માટે ઓફલાઇન-ઓનલાઇન પાસ મેળવવો જરૂરી
  • નિયમોને આધીન જ ભક્તોને સોમનાથના દર્શન કરી શકશે
  • સોમનાથ મંદિરે સાંસ્કૃતિક, આદ્યાત્મિક જેવા કોઇ કાર્યક્રમો નહીં યોજાઇ

ગીર સોમનાથ : શિવ ભકિત માટેનો પવિત્ર ગણાતો એવો શ્રાવણ માસનો 9 ઓગસ્ટને સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્‍યારે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે શ્રાવણ માસની કોરોનાને લઇને સરકારની ગાઇડલાઇનના ચુસ્‍ત પાલન સાથે ઉજવણી કરવાનું ટ્રસ્‍ટએ જાહેર કર્યુ છે. જે મુજબ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ 3 ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. સોમનાથ સાંનિધ્‍યે સાંસ્કૃતિક, આદ્યાત્મિક જેવા કોઇ કાર્યક્રમો પણ નહીં યોજાઇ, જ્યારે દર્શન માટે ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ લેવો ફરજીયાત રહેશે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ જુદા જુદા અલોકિક શણગાર કરવામાં આવશે.

સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

ભીડ એકત્ર ન થાય તેની ખાસ તકેદારી

ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇને અનેક પ્રકારના નિયમો અને પ્રતિબંધો સાથે શિવભકતોને મંદિરમાં દર્શનાર્થે પ્રવેશ આપવાનું સોમનાથ ટ્રસ્ટ અને તંત્રએ આયોજન કર્યુ છે. ખાસ કરીને મંદિર-પરીસરમાં લોકોની ભીડ એકત્ર ન થાય તેની ખાસ તકેદારી રાખી આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે માહિતી આપતા ટ્રસ્‍ટના GM વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસના ઉત્સવનો પ્રારંભ 9 ઓગસ્ટ શ્રાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી 6 સપ્ટેમ્બર શ્રાવણ વદ અમાસને સોમવારે થશે.

ભાવિકો દર્શનનો સમય

ભાવિકો માટે શ્રાવણ માસના તમામ શનિવાર, રવિવાર, સોમવાર અને તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે 4 થી 6:30 તથા 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30, સાંજે 7:30થી 10 વાગ્‍યા સુધીનો રહેશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિરોના દર્શનનો સમય સવારે 5:30 થી 6:30 તેમજ સવારે 7:30 થી 11:30, બપોરે 12:30 થી 6:30 અને રાત્રીના 7:30 થી 10 વાગ્‍યા સુધીનો રખવામાં આવશે.

પૂજાવિધિઓ મંદિરની વેબસાઇટ પર બતાવાશે

વધુમાં ભાવિકો સોમનાથ મહાદેવના મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા સહિતની પૂજાવિધિઓ મંદિરની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ધરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. મંદિરમાં પ્રવેશ પહેલા ભાવિકોએ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ભાવિકોએ ટેમ્પ્રેચર ચેક કરાવી, સેનીટાઇઝ કરીને જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. શ્રાવણ માસમાં બહારગામથી આવતા ભાવિકોએ મંદિરની વેબસાઇટ WWW.SOMNATH.ORG પર દર્શન માટે પ્રી-રજીસ્ટ્રેશનથી બુક કરાવીને નિયત સમયે આવી દર્શનનો લ્હાવો લઇ શકશે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ અદભૂત શણગારો માટે 30 અલગ-અલગ શણગાર નકકી કરવામાં આવ્યા છે.

નિઃશુલ્ક વાહન વાહનની સુવિધા

શ્રાવણ માસ દરમિયાન શિવભકતો સોશિયલ મિડીયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન અને આરતીનો લ્હાવો ટ્રસ્ટના ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલીગ્રામ લીંકથી કરી શકાશે. આ ઉપરાંત ટ્રસ્‍ટ હસ્‍તકના ભાલકાતીર્થી, ગીતા મંદિર, ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વૃદ્ધ અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી મંદિર સુધી નિઃશુલ્ક વાહન વાહનની સુવિધા ગોઠવવામાં આવેલી છે.

પોલીસનો ચાંપતો બંદોબસ્ત

શ્રાવણ માસને લઇને સોમનાથ મંદિરએ પોલીસકર્મીઓ, SRPના જવાનો, GRD સહિતના જવાનો બંદોબસ્‍તમાં તૈનાત રહેશે. કોરોના વૈશ્વિક મહામારીને લઇને સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા ભાવિકોને અપીલ કરવામાં આવી છે. મંદિર-પરીસરમાં માસ્ક નહીં તો પ્રવેશ નહીં અને કોરોનાના નિયમોનો ભંગ કરતા પકડાશે તો સરકારી તંત્ર દંડનીય કાર્યવાહી કરશે તેની નોંધ લેવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.