- વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનું 83.67 કરોડનું પુરાંત સાથેનું વિકાસલક્ષી બજેટ મંજૂર
- વેરાવળ પાટણમાં માળખાકીય સુવિઘા વઘારવા 56 કરોડના કામોનું આયોજન
- વેરાવળ પાટણ સંયુક્તનું નામકરણ કરવા સર્વાનુમતે ઠરાવને મંજૂરી અપાઇ
ગીર સોમનાથ: ભાજપે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું સતાનું સુકાન સંભાળ્યા બાદ પ્રથમ બજેટ બેઠક યુવા પ્રમુખ પિયુષ ફોફંડીની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કુલ 44 પૈકી સતાપક્ષ અને વિપક્ષના 40 નગરસેવકો હાજર રહ્યા હતા. સત્તાધિશોએ કોઇપણ જાતના નવા કરવેરા વિનાનું તથા અનેક વિકાસ કામો સાથે પ્રજાહિતના કાર્યો કરવાની જોગવાઇ કરેલા આગામી વર્ષ 2021-2022નું 83.67 કરોડનું 1.49 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું.
સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજૂર કરેલો હતો
બજેટનો કોંગ્રેસના એક માત્ર નગરસેવક અફઝલ પંજાએ વિરોઘ કરેલો જયારે બાકીના તમામ નગરસેવકોએ મંજૂરી આપતા બજેટ બહુમતિથી મંજૂર કરાયું હતું. બેઠકના પ્રારંભે જ પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ શહેર પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર સાથે જોડાયેલા છે. ત્યારે બેઠકના પ્રથમ એજન્ડામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું સોમનાથ નગરપાલિકા નામકરણ માટે યોગ્ય કાર્યવાહી અર્થે ઠરાવ રજૂ કરેલો જેને સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજૂર કરેલો હતો.
બજેટમાં 29.10 કરોડ વિકાસ યોજના માટે મંજૂર
આજે વર્ષ 2021-22 બજેટમાં કરેલી જોગવાઇઓ અંગે પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠલાણીએ જણાવેલું કે, બજેટમાં 29.10 કરોડ વિકાસ યોજના માટે, 6.32 કરોડના જુના દેણાં ચુકવવા તથા 26.39 કરોડ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે જોગવાઇ કરાઇ છે. હયાત કૈલાશધામને 65 લાખના ખર્ચે અપગ્રેડેશન કરીને ઇલેકટ્રીક સ્મશાન ભઠ્ઠી બનાવવાનું, અમૃત યોજના અંર્તગત 10 કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફૂટપાથ બનાવાશે.
ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને 50 લાખના ખર્ચે અપગ્રેડ કરાશે
હયાત ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને 50 લાખના ખર્ચે અપગ્રેડ કરી વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ બનાવવાની જોગવાઇ, શહેરમાં સ્ટ્રીટ લાઇટોનું નવીનીકરણ સાથે નવા ઉમેરાયેલા, ઓ.જી.વિસ્તારમાં નવી 750 સ્ટ્રીટ લાઇટો ફીટ કરવા તથા સર્કલો અને ગાર્ડન પર હાઇ માસ્ટ ટાવર ઉભા કરવામાં આવશે. શહેરના મુખ્ય સર્કલોને ફુવારાઓથી સુશોભિત કરાશે. શહેરમાં સ્વચ્છતાને અગ્રીમતા સાથે ડોર-ટુ-ડોર કલેક્શન યોજનાને વઘુ અસરકારક બનાવવા અલાયદુ આયોજન હાથ ઘરાયેલ છે.
પબ્લીક ગાર્ડનનું રૂપિ઼યા 1.20 કરોડના ખર્ચે આઘુનીકરણ કરાશે
પાણીની લાઇનમાંથી લીકેજ સહિતના કારણે પીવાના પાણીના થતાં બગાડને અટકાવવા નવીનીકરણ અને મરામત માટેનું વિશેષ અયોજન કરેલ છે. શહેરના હયાત સાત પબ્લીક ગાર્ડનનું રૂપિ઼યા 1.20 કરોડના ખર્ચે આઘુનીકરણ કરાશે. શહેરના રોડ રસ્તા માટે 15 કરોડના ખર્ચે ડામર, સી.સી તથા પેવરબ્લોકથી મઢવામાં આવશે. હયાત કોમ્યુનીટી હોલને અપગ્રેડ કરી વઘુ એક નવો એસી હોલ તેમજ ખડખડ વિસ્તારમાં નવા કોમ્યુનીટી હોલનું નિર્માણ કાર્ય પુરુ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધું બજેટ ધરાવતી નવસારી-વિજલપોર નગરપાલિકાનું પ્રથમ 555.52 કરોડનું બજેટ મંજૂર
બેઠકમાં પાલીકાના દિવંગત બે પૂર્વ નગરસેવકોને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાજલી આપવામાં આવી
બેઠકમાં પાલીકાના દિવંગત બે પૂર્વ નગરસેવકોને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાજલી આપવામાં આવી હતી તેમજ બેઠકના અંતે સર્વે નગરસેવકોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યુ હતું.
વઘુમાં રાજયનો આર્થિક વિકાસની સાથે નાગરિકોનાં જીવન ધોરણનું સ્તર પણ બદલાય રહ્યું છે. શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારા સાથે વિકસતા શહેરના નાગરિકોને પાયાની જરૂરીયાત જેમકે પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ, લાઇટ તથા આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો અને આગવુ આયોજન કરવું એ પાલીકાનું લક્ષ્ય અને પ્રયાસ રહેશે.
7 ગાર્ડનોને સુવિઘાયુકત બનાવવા ખાસ આયોજન
શહેરમાં નાના મોટા કુલ 7 ગાર્ડનો આવેલા છે. જે પૈકી ટાવર ચોકના આંબેડ઼કર ગાર્ડનમાં સી.સી.પાથવે રૂ.6 લાખની, સોમનાથ સોસાયટી, જીવનજયોત સોસાયટી, ભાલકા ફિલ્ટર પ્લાન પાસેના, આવાસ યોજના પાસેના ગાર્ડનમાં અમૃત યોજના હેઠળ રૂ.109 લાખના ખર્ચે વિકસાવવાનું કામ હાથ ઘરાશે. ડાભોર ચોકડી પાસેના ગાર્ડનમાં પાથવે તથા ઓફીસઅ સ્ટોર રૂમ બનાવવા 10 લાખના ખર્ચે ચાલી રહેલા કામ વહેલી તકે પુર્ણ કરાશે. ભાલકાના ફિલ્ટર પ્લાનના ગાર્ડનમાં મોર્નીગ વોક વે, બાળકોના રમત-ગમતના સાધનો, વોટર ફાઉન્ટેન, ફુલ-ઝાડ વગેરેથી સુશોભિત કરવામાં આવશે.
નગરને હરિયાળું અને રળિયામણું બનાવવા મહાઅભિયાન
વેરાવળ સોમનાથ નગર ને હરીયાળું અને રળીયામણું બનાવવા માટે વૃક્ષારોપણના મહાઅભિયાન હેઠળ શહેરી વિસ્તારમાં 1 લાખ 8 હાજર વૃક્ષોના વાવેતરનો સંકલ્પ રજુ કરાયેલ છે. આ અભિયાન અંતર્ગત શહેર ની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ, સરકારી સંસ્થા ઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરી મહા અભિયાન ને મૂર્તિમંત કરવામાં આવશે.
બેઠકમાં કોંગ્રેસ નેતા વિહોણી હોવાનું સામે આવ્યું
પાલીકાની નવી બોડીની પ્રથમ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ સેનાપતિ વગરની જોવા મળી હતી. ચૂંટણીના પરીણામોથી આજદીન સુઘીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા 13 નગરસેવકોમાંથી કોંગ્રેસનું સંગઠન પાલિકામાં પક્ષ (વિપક્ષ)ના નેતા તરીકે કોઇની પસંદગી કરી ન હતી. જેના કારણે બજેટ બેઠકમાં શાસકપક્ષની ભુલો કાઢવાની સાથે પ્રજાહિત માટેના અમુક જરૂરી કામો બાબતે વિરોઘ કે સુઘારો કરાવી શકી ન હોવાનું જોવા મળતું હતું. જેથી બજેટ સામે કોંગ્રેસના 13 પૈકી 1 જ નગરસેવક ખુલ્લીને વિરોઘ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાની બજેટલક્ષી બેઠક યોજાઇ