ગીર સોમનાથઃ જિલ્લામાં શનિવારે સાંજે વેરાવળ નજીકના ગામો જેમાં આંબલીયારા, ઈણાજ, મરુંઢા, દેદા, વાવડી સહીત અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદી તોફાન આવ્યું હતું. જેના કારણે અનેક ખેડુતોના નાળીયેરીના બગીચાઓ જમીન દોસ્ત થયા છે.
એક નાળીયેરીના વૃક્ષને ઊછેરવામાં 10થી 15 વર્ષ લાગે તેવા મજબુત ઝાડ સેકંડોમાં મુળથી ઉખેડી અને તોફાની પવનોએ ફેકીં દીધા છે. જેથી નાળયેરીના ખેડુતોને ભારે નુકશાન ગયું છે. ત્યારે દરીયા કીનારાના વીસ્તાર હોવાથી અહીં નાળીયેરીના બગીચાઓ ભારે માત્રામાં છે, જેને ક્યારેય પાક વીમાનું કવચ પણ નથી મળતું, ત્યારે આ બાબતે સરકાર યોગ્ય કરે તેવી ખેડુતોમાં માંગ ઊઠી છે.