ETV Bharat / state

ગીર સોમનાથમાં વધી રહેલા કોરોનાના સામે તંત્ર એકશન મોડમાં - Gujarat Corona

ગીર સોમનાથમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ દિન-પ્રતિદિન નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. તંત્ર દ્વારા સર્તકતાના ભાગરૂપે આગામી સમયમાં કોરોના કહેર સામે લડવા તૈયારીઓ શરૂ કરી છે. જ્યારે વેક્સિનેશનની કામગીરીને વેગવંતી બનાવવા તંત્રએ અધિકારીઓને કામે લગાડ્યા છે.

ગીર સોમનાથમાં વધી રહેલા કોરોનાના સામે તંત્ર એકશન મોડમાં

author img

By

Published : Apr 8, 2021, 9:15 PM IST

  • સોમનાથ જિલ્‍લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનો તંત્રએ સ્‍વીકાર કરી
  • વેક્સિનેશનની કામગીરીને પણ વેગવંતી બનાવવા તંત્રએ કામગારી શરૂ કરી
  • એક સ્‍થળે 2 કોવિડ કેર સેન્‍ટરો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગીર સોમનાથઃ રાજ્ય સાથે હવે ગીર સોમનાથ જિલ્‍લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનો તંત્રએ સ્‍વીકાર કરી સર્તકતાના ભાગરૂપે આગામી સમયમાં કોરોના કહેર સામે લડવા તૈયારીઓ શરૂ કરી છે. જિલ્‍લામાં ફરી ખાનગી હોસ્‍પિટલોને કોવિડની મંજૂરી આપવાની સાથે કોરોનાના ટેસ્‍ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. જિલ્‍લામાં એક સ્‍થળે 2 કોવિડ કેર સેન્‍ટરો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે વેક્સિનેશનની કામગીરીને પણ વેગવંતી બનાવવા તંત્રએ અધિકારીઓને કામે લગાડ્યા છે.

ગીર સોમનાથમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો

ગીર સોમનાથમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ દિન-પ્રતિદિન નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. તો બીજી તરફ રેકોર્ડ પર ન હોય અને જાહેર ન થતા હોય તેવા કોરોના કેસનો આંકડો બહુ મોટો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્‍લામાં કોરોનાનો કહેર જોવા મળશે. તેવી લોકો સાથે તંત્ર શંકા સેવી રહ્યું છે. જેથી કોરોનાના કહેરમાં જિલ્‍લાવાસીઓને બચાવવા માટે સર્તકતાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી આગોતરી તૈયારી કરી રહ્યું છે. જે અંગે જિલ્‍લા કલેક્ટર અજયપ્રકાશ એક વાતચીતમાં જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનું ઘ્‍યાને આવ્યુું છે.

ગીર સોમનાથમાં વધી રહેલા કોરોનાના સામે તંત્ર એકશન મોડમાં

આ પણ વાચોઃ હવે સ્ટેડિયમને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે નહીં: દિલ્હી સરકાર

22 માર્ચથી દરરોજ સરેરાશ 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ

22 માર્ચથી દરરોજ સરેરાશ 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે અને તેમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ કોરોનાના કેસ વધવાની સંભાવના છે. હાલ વેરાવળમાં કાર્યરત જિલ્‍લા કક્ષાની 100 બેડ સુવિધાવાળી કોવિડ (સિવિલ) હોસ્પિટલમાં 21 દર્દીઓ સારવાર હેઠળ ગંભીર સ્થિતિમાં ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. આ પરિસ્‍થ‍િતિ તથા કોરોનાના વધી રહેલા કેસને ઘ્‍યાને રાખી જિલ્‍લામાં ફરી ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્‍પિટલ શરૂ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં વેરાવળ સ્‍થ‍િત બિરલા હોસ્‍પિટલને કોવિડની મંજૂરી આપી દેવામાં આવી છે. જયારે અન્‍યને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ મહેસાણાઃ વિસનગર ફાયર ટીમ દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાયુ, 40 પૈકી 1 હોસ્પિટલમાં જ ફાયર NOC

જિલ્‍લામાં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો

વધુમાં જિલ્‍લામાં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ જિલ્‍લામાં દરરોજ 700 થી વધુ RT-PCR અને 900થી વધુ રેપીડ ટેસ્‍ટ મળી કુલ 1600 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના દર્દી વધે તો જરૂરીયાત મુજબના બેડો અને સુવિધા વધારવા માટે જિલ્‍લામાં ત્રણ કોવિડ કેર સેન્‍ટરો શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાયેલી છે. જેમાં જિલ્‍લાના કોડીનાર ખાતે 30 બેડની સુવિધવાળુ કોવિડ કેર સેન્‍ટર શરૂ કરી આવ્યું છે. જ્યારે ઉના અને વેરાવળમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે સાથે જિલ્‍લામાં વેક્સિનેશનની કામગીરીને જોઇએ તેટલો લોકોનો પ્રતિસાદ ન મળતો હોવાના કારણે માત્ર 22 ટકા જ વેક્સિનેશનની કામગીરી થઇ છે. જેમાં ગતિ લાવવા માટે મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસરોને જુદા-જુદા ગામોના સરપંચો, કોર્પોરેટરો, સામાજીક આગેવાનો અને સંસ્‍થાઓના પ્રતિનિધિ સાથે બેઠક કરી વેક્સિનેશનની કામગીરી વધુ ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે. જિલ્‍લામાં દર 2 થી ત્રણ ગ્રામ્‍ય વિસ્‍તારો વચ્‍ચે એક વેક્સિનેશન સેન્‍ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. જિલ્‍લામાં સરકારી ચોપડે દરરોજ સરેરાશ 10 જેટલા કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી તરફ જે પ્રમાણે વ્‍યાપક રીતે કોરોનાનું ટેસ્‍ટીંગ થઇ રહ્યું છે તે પૈકીના સેકડો કોરોનાના કેસ પોઝિટિવ આવતા હોવા છતા સરકારી ચોપડે દેખાતા નથી જે તપાસ માગી લેતો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.