ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના રસકરણ તેજ કરાઇ

author img

By

Published : Apr 21, 2021, 10:57 AM IST

Updated : Apr 21, 2021, 1:24 PM IST

રાજ્યમાં કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે એવામાં દરેક શહેર તંત્ર કોરોનાની ચેઈન તોડવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે.ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની ચેઈન તોડવા માટે 8 હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે.

gir
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના રસીકરણ વધારાયું

  • ગીર-સોમનાથમાં કોરોનાને નાથવા માટે તંત્ર સજ્જ
  • 8 હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી
  • જિલ્લમાં 34 ધન્વંતરી રથ કાર્યરત

ગીર-સોમનાથ: જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને મ્હાત આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રના સયુંકત ઉપક્રમે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં 8 ખાનગી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે.

કોરોનાને નાથવા તંત્ર સજ્જ

તાલુકા મથકે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 34 ધન્વંતરી રથ દ્વારા દરરોજ 1600થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 174 સબ સેન્ટર, 4 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લોકોના આરોગ્યની તપાસણી, રસીકરણ, કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

corona

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના નવા 51 કેસ નોંધાયા

4 લાખથી ઉકાળાના ડોઝ આપાયા

આર્યુંવેદીક અધિકારી ગોહીલે જણાવ્યા મુજબ જિલ્લામાં 8 આર્યુવેદિક દવાખાના, 6 હોમિયોપેથીક દવાખાના દ્વારા અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 68 હજારથી વધુ લોકોને સંશમનીવટીનું વિતરણ કર્યું છે અને હોમિયોપેથીક આર્સેનીક આલ્બ દવા 8 લાખથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 57 રસીકરણ કેન્દ્રો મારફતે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ. ભાયાએ જણાવ્યું હતું.

Last Updated : Apr 21, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.