ETV Bharat / state

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો - government guideline

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી કોરોના કેસમાં દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જાઇ રહ્યા હતા. ઘણા દિવસો પછી ગઇકાલે શુક્રવારે કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં 1 લાખ 59 હજાર 432 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.

corona
corona
author img

By

Published : May 1, 2021, 9:04 AM IST

  • જિલ્લામાં શુક્રવારે કેસમાં મામુલી ઘટાડો નોંધાયો
  • ગઇકાલે 42 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
  • સરકારની ગાઇડ લાઇન મુજબ વધુ લોકોને વેક્સિન આપવાનું આયોજન

ગીર-સોમનાથ : જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી કોરોના કેસમાં દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જાઇ રહ્યા હતા. ઘણા દિવસો પછી ગઇકાલે શુક્રવારે કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં ગઇકાલે નવા 109 કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 34, સુત્રાપાડામાં 15, કોડિનારમાં 18, ઉનામાં 16, ગીરગઢડામાં 11, તાલાલામાં 15 કેસો નોંધાયા છે. ગઇકાલે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયું નથી.

ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં કેસમાં સામાન્ય ઘટાડો

જિલ્લામાં 1 લાખ 59 હજાર 432 લોકોનું રસીકરણ થઇ ગયું

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્‍યારસુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 59 હજાર 432 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગઇકાલે વઘુ 2,187 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

આ પણ વાંચો : રિયાલીટી ચેક: ભાવનગરમાં 13 PHC સેન્ટર પર 45 વર્ષથી વધુુ વયના લોકોને અપાઈ રહી છે વેક્સિન

વેક્સિન માટેની કામગીરી અર્થે મામલતદાર કાલસરિયાના અધ્યક્ષ સ્થાને ઓનલાઇન મિટિંગ યોજાઇ

વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવા માટેની કામગીરી અર્થે મામલતદાર કાલસરિયાના અધ્યક્ષ સ્થાને ઓનલાઇન મિટિંગ યોજાયેલી હતી. જેમાં તમામ ગામના સરપંચો, તલાટીઓની ઓનલાઇન મિટિંગ ટીડીઓ જ્યોતિબેન બોરીચા, ટીએચઓ ડૉ. ચૌધરીની હાજરીમાં યોજઇ હતી. મિટીંગમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન જરૂરી હોવાથી દરેક ગામે સરકારની ગાઇડ લાઇન મુજબ વધુને વધુ લોકોને વેક્સિન મેળવે તે માટેનું આયોજન કરવા જણાવ્યું હતું.

ગીર-સોમનાથ
ગીર-સોમનાથ

આ પણ વાંચો : રાજ્યમાં શનિવારથી 18 વર્ષથી ઉપરના યુવાનોને અપાશે વેક્સિન

આજથી 18 વર્ષ ઉપરનાનું વેક્સિનેશન શરૂ થશે

તા.1 મે પછી 18 વર્ષ ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે જેનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયેલું છે. જે બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. જે ગામોમાં 80 ટકા સુધીની કામગીરી પૂર્ણ થઇ છે તેમની પ્રશંશનીય કામગીરી બદલ આવકાર્યા હતા અને દરેક ગામે વેક્સિનની કામગીરી જુંબેશના ભાગરૂપે કરવા જણાવતા તલાટીઓ, સરપંચોએ આ માટે સહમતી દર્શાવી હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.