ETV Bharat / state

તાલાલામાં દોઢ લાખની વસ્તીને ધ્યાને લઇ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરોઃ વરિષ્ઠ કિસાન ભરત સોજીત્રા - covid hospital gir-somnath

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા શહેર તથા ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની લહેર કહેર મચાવી રહી છે. ત્યારે તાલાલા પંથકના લોકોની આરોગ્ય સુખાકારી માટે ગીરના પાટનગર તાલાલા શહેરમાં યુદ્ધના ધોરણે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવા વરિષ્ઠ કિસાન અગ્રણીએ રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે.

તાલાલામાં દોઢ લાખની વસ્તીને ધ્યાને લઇ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરો

author img

By

Published : Apr 21, 2021, 4:23 PM IST

  • કોરોના સંક્રમણ અટકાવવા લોકો સ્વયંભૂ લોકડાઉન સાથે જાગૃત થયા છે
  • સરકાર પણ સહયોગ સાથે સુવિધા આપે તેવી માગણી કરાઈ
  • તાલાલા શહેરમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવી જરૂરી છે

ગીર-સોમનાથઃ તાલાલા પંથકના 45 ગામ તથા ગીર જંગલના નેસડામાં વસવાટ કરતી દોઢ લાખની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે કિસાન સંઘના ભરતભાઇ સોજીત્રાએ મુખ્યપ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, તાલાલા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની લહેર કહેર મચાવી રહી છે. દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા તાલાલા પંથકના આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરીમાં તમામ ગામના સરપંચો તથા જાગૃત લોકો સહકાર આપી રહ્યા છે.

તાલાલામાં દોઢ લાખની વસ્તીને ધ્યાને લઇ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરો
તાલાલામાં દોઢ લાખની વસ્તીને ધ્યાને લઇ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરો

આ પણ વાંચોઃ દિલ્હીમાં DRDOએ સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલ શરૂ કરી

ગામડાઓમાં વસવાટ કરતા લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું

તાલાલા શહેર તથા ગીરના વિવિધ ગામડાઓમાં વસવાટ કરતા લોકોએ સ્વયંભૂ બંધ રાખી કોરોના વાઇરસની સાંકળ તોડવા જાગૃતિ બતાવી, સમગ્ર ગીર પંથકની પ્રજા પ્રશાસનની સાથે સહભાગી થઈ રહી છે. તેમાં રાજય સરકાર પણ સહભાગી થઈ તાલાલા શહેરમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે જરૂરી દવા અને ઈન્જેકશનના જથ્થા સાથે સંપૂર્ણ સુવિધાથી સજ્જ 15થી 20 બેડની કોવિડ હોસ્પિટલ યુધ્ધના ધોરણે કાર્યરત કરે તેવી માગણી કરી છે.

કોરોનાની બીજી લહેર ઝડપથી આગળ વધી રહી છે

તાલાલા પંથકમાં કોરોનાની બીજી લહેર ઝડપથી આગળ વધી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા પ્રશાસન સાથે પ્રજા પણ જાગૃતતા બતાવી રહી છે, ત્યારે તાલાલા શહે૨માં જરા પણ વિલંબ વિના સરકારે પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા પરિણામલક્ષી કાર્યવાહી શરૂ કરે તેવી લોકોમાંથી પણ માગણી ઉઠી છે.

આ પણ વાંચોઃ જેતપુરના હિરપરા શૈક્ષણિક સંકૂલમાં શરૂ કરાઇ કોવિડ હોસ્પિટલ

કોવિડની જુજ સુવિધા હોવાથી કોરોનાના દર્દીઓને જગ્યા મળતી નથી

ગીર-સોમનાથ જિલ્લામાં કોવિડ હોસ્પિટલની જુજ સુવિધા છે, તેમાં પણ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપરાંત ઈન્જેકશન સહિતની દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી જરૂરીયાતમંદ દર્દીને તાકિદની સારવાર માટે ગીર-સોમનાથ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં કોઈ જગ્યાએ સારવારની જગ્યા મળતી નથી. પરિણામે દર્દી મોતના મુખમાં ધકેલાઈ જાય છે. આવી પરિસ્થિતિમાંથી લોકોને ઉગારવા ગીરના પાટનગર તાલાલા શહેરમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.