ETV Bharat / state

Congress Leader in Somnath: ગુજરાત કોગ્રેસ નેતાઓએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન - કોંગ્રેસનો કાફલો સોમનાથ મહાદેવ

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા, યુવા નેતા હાર્દિક પટેલ આજે સોમનાથ (Congress Leader in Somnath ) મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. કોંગ્રેસનો આ કાફલો સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ પ્રદેશ પ્રભારીની સાથે કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓની સોમનાથ દાદાના ચરણોમાં પૂજા-અર્ચના અને પૂજાપાઠ પણ રાજકીય રીતે મહત્વનો માનવામાં આવે છે. અગાઉ વર્ષ 2017માં પણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે તે સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને 2017માં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું ત્યારે આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ઉજ્જવળ દેખાવ થાય તે અંગે પુજા કરી હતી.

Congress Leader in Somnath: ગુજરાત કોગ્રેસ નેતાઓએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

author img

By

Published : Dec 26, 2021, 9:06 PM IST

સોમનાથ: પ્રદેશ કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરી આજે સોમનાથ (Congress Leader in Somnath ) મહાદેવના દર્શને પહોંચી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ની સાથે નેતા વિપક્ષ સુખરામ રાઠવા ની સાથે ગુજરાત કોંગ્રેસને મળેલા નવા પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આજે સામૂહિક રીતે સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓએ સોમનાથ દાદાની સમક્ષ ધ્વજારોહણ કરીને ધન્યતા અનુભવી હતી અને તેમની કૃતજ્ઞતા સોમનાથ મહાદેવ પ્રત્યે વ્યક્ત કરી હતી. સાથે સાથે સોમનાથ દાદાના દર્શન (Gujarat Congress leaders went for darshana) કરીને કોંગ્રેસની રાજ્ય તરણી સર્વોચ્ચ નેતાગીરીએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના દર્શન કર્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રભારી રઘુ શર્મા સાથે નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને હાર્દિક પટેલે ચૂંટણી પૂર્વે સામૂહિક રીતે સોમનાથદાદાના દર્શન કર્યા હતા. આજના દર્શન ધાર્મિક મહત્વ ધરાવે છે, પરંતુ સાથે સાથે આવનારા સમયમા વિધાનસભાની ચુટણી ગુજરાતમાં યોજાનાર છે તેને લઈ સોમનાથ દાદાના દર્શન રાજકીય રીતે પણ મહત્ત્વના માનવામાં આવે છે.

Congress Leader in Somnath: ગુજરાત કોગ્રેસ નેતાઓએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

રાહુલ ગાંધીએ પણ કર્યા હતા સોમનાથ દાદાના દર્શન

વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીઓમાં જે તે સમયે રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા રાહુલ ગાંધી પણ સોમનાથ મહાદેવ (Rahul gandhi in Somnath mahadev)ના દર્શન કરવા માટે આવ્યા હતા. આ સમયે પણ તેમની સાથે પ્રદેશ કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ પણ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરીને તેમની સોમનાથ મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ પાછલા 20 વર્ષની સરખામણીએ ખૂબ સારો જોવા મળતો હતો. ચૂંટણી પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ બિલકુલ રાજકીય હરીફાઈમાં જોવા મળતા હતા, ત્યારે ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૧ સામાન્ય ચૂંટણીઓને લઇને પણ કોંગ્રેસના નેતાઓની આજની મુલાકાત ધાર્મિકની સાથે રાજકીય મહત્વ પણ ધરાવે છે. જે પ્રકારે વર્ષ 2017માં કોંગ્રેસને સફળતા મળી હતી, તે મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ સારો અને ઉજ્જવળ રહે તે માટે કોંગ્રેસના નેતાઓએ સોમનાથ મહાદેવ સમક્ષ પ્રાર્થના ચોક્કસ કરી હશે.

આ પણ વાંચો: Vaccine Booster Doses : વડાપ્રધાન મોદીએ બૂસ્ટર ડોઝનું મારું સૂચન માન્યું : રાહુલ ગાંધી

આ પણ વાંચો: Raghu Sharma Exclusive Interview: 2022માં કોંગ્રેસ બહુમતી સાથે વિજય થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.