ETV Bharat / state

સોમનાથમાં ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવા કામગીરી શરૂ - work to clean reviver

સોમનાથ સાનિધ્યમાં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. નદીમાંથી કાંપ, કાદવ, કચરો, કીચડને પાવડા ત્રિક્રમ અને શ્રમથી બહાર કાઢી નદીનું પાણી સ્વચ્છ બનાવવાની કામગીરી શરૂ થાય છે.

નદી સાફ કરવાની કામગીરી
નદી સાફ કરવાની કામગીરી
author img

By

Published : Apr 18, 2021, 8:18 AM IST

  • ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન
  • નદીમાંથી કાંપ-કાદવ કાઢી ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ
  • નદીમાંનો કચરો બહાર કાઢી સ્વચ્છ અને નિર્મળ કિનારો બનાવવા જહેમત

ગીર-સોમનાથ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ સાનિધ્યમાં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. નદીના બે જુદા-જુદા વિભાગોમાં આ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં એક ભાગ સોમનાથ ટ્રસ્ટ અને બીજા ભાગમાં જિલ્લા વહીવટીતંત્ર અને જળસિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ છે.

આ પણ વાંચો : મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરનારા શ્રમિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા

નદીના પાણીને સ્વચ્છ બનાવવાની કામગીરી

આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનજર વિજયસિંહ ચાવડાએ જણાવેલું કે, ટ્રસ્ટના સેનીટેશન વિભાગના 12 કર્મચારીઓ દિવસભર પવિત્ર ત્રિવેણી સંગમ કાંઠાની નજીકના પાણીના તળિયે જામી ગયેલો કાંપ, કાદવ, કચરો, કીચડને પાવડા ત્રિક્રમ અને શ્રમથી બહાર કાઢી નદીનું પાણી સ્વચ્છ બનાવવા સેનિટેશન વિભાગના હિતેશ દામોદરા તથા દેવીદાસ ચૌહાણના સુપરવિઝન હેઠળ નદીમાંનો કચરો બહાર કાઢી સ્વચ્છ અને નિર્મળ કિનારો બનાવવા જહેમત લઇ રહ્યા છે.

આ પણ વાંચો : ઉકાઈ ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડયુ

17 હજાર ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા નદીમાં વધી જશે

સુઝલામ-સુફલામ યોજના હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઇ વિભાગ દ્વારા પવિત્ર ત્રિવેણી સંગમના ઉત્તર તરફના ગીતામંદિર જતા નદીમાં ત્રણ JCB મૂકી નદીના તળમાં ઉંડાઇ સુધી જામેલો કાંપ કાઢવાનું 1લી તારીખથી શરૂ કરી દેવાયું છે, જે 31 મે સુધી ચાલશે. આ માટે 17 ટ્રેક્ટરો કામે લગાડાયા છે. આ કાર્ય પૂર્ણ થયે નદીની ઉંડાઇ વધી જશે. જેથી 17 હજાર ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા નદીમાં વધી જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.