- મુખ્યપ્રધાન રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન
- રૂપાણી પરિવારે મહાદેવના સાનિધ્યમાં મહાપૂજા અને ધ્વજા રોહણ કાર્યક્રમમાં આપી હાજરી
- વર્ષના પ્રથમ મહિનામાં સોમનાથ મહાદેવની પૂજા કરવાની પરંપરા રૂપાણી પરિવારે વધુ એક વખત જાળવી
જૂનાગઢ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગઈકાલથી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે હતા ગઈકાલે ઉના તાલુકાના નવાબંદર ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન કરીને તેઓ સીધા સોમનાથ પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાતવાસો કર્યો હતો અને આજે વહેલી સવારે રૂપાણીએ તેમના પરિવારના તમામ સદસ્યો સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર પરિસરમાં મહાપૂજા માં ભાગ લીધો હતો તેમજ ધાર્મિક વિધિ વિધાન સાથે ધ્વજાનું પૂજન કરીને રૂપાણી પરિવારે સોમનાથ મહાદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
મુખ્યપ્રધાન વર્ષેના પ્રારંભના મહિનામાં સોમનાથ મહાદેવના પરિવાર સાથે કરે છે દર્શન
પાછલા કેટલાક વર્ષોથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના પરિવારના સદસ્યો સાથે અંગ્રેજી મહિનાના પ્રથમ એટલે કે જાન્યુઆરી માસમાં પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અચૂક પધારે છે. જે પરંપરા આજે પણ તેમણે જાળવી રાખી હતી અને સોમનાથ મહાદેવના દર્શન કરી દેવાધિદેવ મહાદેવની કૃપા તેમના પરિવાર અને રાજ્ય પણ કાયમ રહે તે માટે આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આજની તેમની સોમનાથ મહાદેવના દર્શન સમયે રાજકોટ ભાજપના અગ્રણી નેતા નીતિન ભારદ્વાજ અને ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે પણ હાજરી આપી હતી અને મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચો :
સોમનાથ મહાદેવને વર્ષની પહેલી ધ્વજા સુરક્ષા વિભાગ અને SRP દ્વારા ચડાવાઈ
સોમનાથ મંદિરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 53 સુવર્ણ કળશનું દાન કરાયું