ગીરસોમનાથ અને જૂનાગઢની સયુક્ત લોકસભાની બેઠક પર પ્રચાર માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ગીરસોમનાથ અને જુનાગઢમાં સભાઓ સંબોધી ચુક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢમાં, અમિત શાહ કોડીનારમાં સભા યોજી ચુક્યા છે, અને આજે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીરસોમનાથના સુત્રાપાડામાં સભા સંબોધી ત્યારે તેમણે કોંગ્રેસના રાજીવ સાતવના વિસનગર ખાતે કરેલા "મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે માસમાં બદલી જવાના" એવા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વ્યંગ કરતા કહ્યું કે, "રાજીવ સાતવ ભાજપમાં આવવાના લાગે છે, ત્યારેજ તેમને ખબર કે શું થવાનું છે, રાજીવ સાતવ ભાજપના નિર્ણય લેવા વાળા કોણ છે? ત્યારે ભાજપની જીત બાદ આગામી બે માસમાં રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ જવાની છે. કોંગ્રેસ પોતાની ચિંતા કરે તે વધુ જરૂરી છે.