ETV Bharat / state

Clash Between Two Group: પ્રભાસપાટણમાં બાઈક ભટકાતાં જૂથ અથડામણ, પોલીસ સ્થિતિ કાબૂમાં લીધી - જૂથ અથડામણ

સોમનાથ-પ્રભાસપાટણમાં સોમવારે મોડી સાંજે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબત મોડી રાત્રીના જૂથ અથડામણમાં ( Clash Between Two Group ) પરિણમી હતી. જોતજોતામાં બંને જૂથના કુલ 30થી 40 માણસોએ સામસામા આવી જઇ પત્થરમારા સાથે તોડફોડ ( Clash Between Two Group ) શરૂ કરી હતી. આ બનાવને પગલે પોલીસે સ્થળ પર ધસી જઈને સ્થિતિ પર કાબૂ મેળવી લેતાં મોટી ઘાત સહેજમાં ટળી હતી.

Clash Between Two Group: પ્રભાસપાટણમાં બાઈક ભટકાતાં જૂથ અથડામણ, પોલીસ સ્થિતિ કાબૂમાં લીધી

author img

By

Published : Jul 13, 2021, 5:22 PM IST

  • પ્રભાસપાટણમાં બાઈક ભટકાવા મુદ્દે જૂથ અથડામણ
  • બંને જૂથના 30થી 40માણસો દ્વારા પત્થરમારો અને તોડફોડ
  • અફવાને પગલે બજાર ટપોટપ બંધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો
  • અથડામણમાં બે વ્યક્તિ બન્યાં ઇજાગ્રસ્ત
  • પોલીસે 25 લોકો ના ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

ગીરસોમનાથઃ પ્રભાસપાટણની મુખ્ય બજારમાં દૂધપીઠની ગલી નજીક બે યુવકોના બીક સામસામે ભટકાઈ પડતાં ( Clash Between Two Group ) શરૂઆતમાં બોલાચાલી થયાં બાદ ઉગ્રતા વધતી ગઈ હતી. સોમનાથ-પ્રભાસપાટણમાં ગઇકાલે મોડી સાંજે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે મોડી રાત્રીના જૂથ અથડામણમાં પરિણમી હતી. જોતજોતામાં બંને જૂથના કુલ 30થી 40 માણસોએ સામસામાં આવી જઇ પત્થરમારા સાથે તોડફોડ શરૂ કરી હતી.

પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી

આ બનાવને પગલે પોલીસે સ્થળ પર ધસી જઈને સ્થિતિ પર કાબૂ મેળવી લેતાં મોટી ઘાત સહેજમાં ટળી હતી. જોતજોતામાં બંને પક્ષના માણસો સ્થળ પર એકઠાં થઈ ગયા હતાં. સામસામો પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો. જેથી વાતાવરણ તંગ બની ગયું હતું અને રાતે પણ ખુલ્લી રહેતી કેટલીક દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.( Clash Between Two Group ) પત્થરમારામાં બંને બાઈકને નુકસાન થયું હતું તેમજ એક દુકાનના બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતા એલ.સી.બી. ડી સ્ટાફ, મરીન પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી લેતાં મોટી ઘાત સહેજમાં ટળી હતી. તોફાની ટોળા દ્વારા દુકાનો અને મોટરસાયકલમાં આગ ચંપી માટે કેરોસીન છાંટ્યું હતું. પરંતુ પોલીસની સમયસૂચકતાના કારણે તોફાની ટોળાનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જો કે બે બાઇકો તેમજ અમુક દુકાનોના શટર તોડ્યાં હતાં. ( Clash Between Two Group ) જૂથ અથડામણમાં બે લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં. જે પૈકી મુસ્તાક ઉર્ફે વસીમ નૂરમામદ મલેકની ફરિયાદ આધારે પરેશ સરમણ અને રમેશ પકોડાવાળા સહિત 25 લોકોના ટોળાં વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 147, 148, 149, 323, 324, 403, 427, 504 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મેઈન બજારમાં ટોળાંએ અચાનક હુમલો કર્યો

બનાવમાં કારણમાં સોમવારે સાંજે એક બાળકને મોટરસાયકલ અથડાઈ ગઈ હતી તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રાત્રી ના ફરિયાદી નમાજ પઢી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મેઈન બજારમાં ટોળાંએ અચાનક હુમલો કર્યો હતો. ઘટનાના પગલે હાલ વેરાવળ, સૂત્રાપાડા, સોમનાથ મરીન સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં શુક્રવારે થયુ જૂથ અથડામણ, 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.