ETV Bharat / state

ગીર સોમનાથમાં બાયો ડીઝલના વેચાણ પર સીઆઇડી ક્રાઇમનો દરોડો

author img

By

Published : Mar 23, 2021, 5:15 PM IST

સરકાર દ્રારા બાયો ડીઝલના વેંચાણ પર પ્રતિબંઘ ફરમાવ્યો હોવા છતાં સ્થાનિક કક્ષાએ ભ્રષ્‍ટ તંત્રના અઘિકારીઓની મીઠી નજર હેઠળ બેરોકટોક બાયો ડીઝલનું વેંચાણ થતુ હોવાની વાતો વારંવાર ઉઠે છે. આ દરમિયાન ગાંઘીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી ગીર સોમનાથ જીલ્‍લામાં થઇ રહેલા બાયો ડીઝલના વેંચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ગીર સોમનાથમાં બાયો ડીઝલના વેચાણ પર સીઆઇડી ક્રાઇમનો દરોડો
ગીર સોમનાથમાં બાયો ડીઝલના વેચાણ પર સીઆઇડી ક્રાઇમનો દરોડો
  • સુત્રાપાડા રોડ પર લાટી ગામ નજીક દરોડો
  • અરજણ મેણસી સોલંકીની માલિકીની જગ્યામાં દરોડો
  • ગુરુકૃપા ટ્રેંડર્સ નામે તાતીવેલા ગામનો પ્રફુલ્લ સામત રામ ગેરકાયદે વેચાણ કરતો હોવાનું સામે આવ્યું
  • સીન્ટેક્સની 10 હજાર લીટર વાળી બે ટાંકીમાં 8000 લીટર બાયોડિઝલ મળી આવ્યું
  • 6.50 લાખનો મુદ્દામાલ સિઝ
  • ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પી.આઈ જે.એસ. કંડોરીયા સહિતની ટીમ દ્વારા પડ્યો દરોડો
  • સુત્રાપાડા મામલતદાર આર. એસ. હુણ સહિતનો સ્ટાફ જોડાયો

ગીર સોમનાથઃ જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થઇ રહેલા બાયોડીઝલના રેકેટનો ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી ભાંડાફોડ કરી 8 હજાર લીટર બાયોડીઝલ સહિત રૂ.6.50 લાખનો મુદામાલ સીઝ કરતા ફફડાટ ફેલાયો છે. જિલ્‍લામાં સ્થાનિક પોલીસ અને તંત્રને અંઘારામાં રાખી ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે કરેલી કાર્યવાહીથી અઘિકારી વર્ગોમાં હડકંપ જેવો માહોલ પ્રસર્યો છે.

પીઆઈ જે.એસ.કંડોરીયાની ટીમે દરોડો પાડી તપાસ હાથ ઘરી

આ અંગેની પ્રાપ્‍ત વિગત મુજબ 23 માર્ચ સવારે જિલ્‍લામાં સુત્રાપાડા રોડ પર લાટી ગામ નજીક અરજણ મેણસી સોલંકીની માલિકીની જગ્‍યામાં બાયોડીઝલના પંપ પર ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમના પીઆઈ જે.એસ.કંડોરીયાએ ટીમે દરોડો પાડી તપાસ હાથ ઘરી હતી.

આ પણ વાંચોઃ ગીર સોમનાથના વાડલા ગામે બે સિંહે ગામ વચ્ચે ગાયોનું મારણ કર્યું

સીઆઇડી ક્રાઇમની ટીમે રૂ.6.50 લાખનો મુદામાલ સીઝ કર્યો

જેમાં ગુરૂકૃપા ટ્રેંડર્સ નામે તાંતીવેલા ગામનો પ્રફુલ્લ સામતભાઇ રામ ગેરકાયદેસર બાયો ડીઝલ વેંચાણ કરતો હોવાનું સામે આવ્યું હતુ. સ્‍થળ પર રહેલ 10 હજાર લીટર ક્ષમતાવાળી સીન્‍ટેક્સની બે ટાંકીમાંથી 8 હજાર લીટર બાયોડિઝલ મળી આવ્યું હતુ. આમ, સ્‍થળ પરથી સીઆઇડી ક્રાઇમની ટીમે રૂ.6.50 લાખનો મુદામાલ સીઝ કર્યો હતો. આ દરોડામાં પાછળથી સુત્રાપાડા મામલતદાર આર.એસ.હુણ સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો.

તંત્રની મીઠી નજર તળે જિલ્લામાં ગેરકાયદે વેચાણની ચર્ચા

અત્રે નોંઘનીય છે કે, ગીર સોમનાથ જિલ્‍લામાં લાંબા સમયથી બાયોડીઝલનું બેરોકટોક વેંચાણ જવાબદાર ભ્રષ્‍ટ વિભાગોના અઘિકારીઓની મીઠી નજર હેઠળ થતુ હતુ. સ્થાનિક કક્ષાએ આ ગેરકાયદેસર થઇ રહેલા વેંચાણને અટકાવવા માટે કોઇ સઘન પ્રયાસો જવાબદાર વિભાગો કરતુ ન હોવાના લીઘે સ્થાનિક પોલીસ સહિત સરકારી જવાબદાર વિભાગોને અંઘારામાં રાખી ગાંઘીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી બાયો ડીઝલના ગેરકાયદેસર રેકટનો ભાંડાફોડ કર્યો હોવાની જાણકારોમાં ચર્ચા થઇ રહી હતી.

આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાંથી રૂ. 16.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 આરોપી ફરાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.