ETV Bharat / state

ભવાની પ્રાગટ્ય દિવસે વેરાવળ નજીક ઝુંડ ભવાની મંદિરે કરાયો સહસ્ત્ર ચંડી યજ્ઞ - ગીરસોમનાથમાં યજ્ઞનું આયોજન

ગીરસોમનાથ: જિલ્લાના ચોરવાડ ગામે આવેલા પૌરાણિક ભવાની મંદિર ખાતે બીજા નોરતાના દિવસે સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. જે પાંચ દિવસ સુધી ચાલવાનો છે. આ યજ્ઞ માટે 80 જેટલા શાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા છે. જ્યારે દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, અને અમેરિકા જેવા સ્થળોએથી ભક્તો આ યજ્ઞમાં જોડાયા છે.

સહસ્ત્ર ચંડી યજ્ઞ
author img

By

Published : Oct 1, 2019, 8:12 PM IST

ગીરસોમનાથના વેરાવળ નજીક ચોરવાડ ગામે આવેલા પૌરાણિક ભવાની મંદિર ખાતે વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સાથે બીજા નોરતાએ ભવાની પ્રાગટ્ય દિવસ નિમિતે પાંચ દિવસીય સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં દેશ-વિદેશમાં વિવિધ સ્થળે રહેતા ભક્તો ભવાની પ્રાગટ્ય દિવસ ઉજવવા ચોરવાડ પહોંચ્યા છે.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અતિ મહત્વનો ગણાતો દુર્લભ યજ્ઞ કરવા માટે 80 જેટલા શાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા છે. બીજા નોરતાએ ભવાની માતાનો પ્રાગટ્ય દિવસ હોય છે, જેને ધ્યાનમા રાખી અહીં સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ઝુંડ ભવાની મંદિરે સહસ્ત્ર ચંડી યજ્ઞ

આ યજ્ઞમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને અમેરિકાથી પણ ભક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે. અહીં 5 દિવસ દરમિયાન 1000 ચંડીપાઠ કરવામાં આવશે અને તેના દશાંશ હોમ દ્વારા સહસ્ત્ર ચંડી પાઠ પૂર્ણ કરવામાં આવશે. તેમજ ધ્વજારોહણ પણ કરવામાં આવશે. આ યજ્ઞની વિશેષતા એ છે કે, યજ્ઞ માત્ર ભારતવર્ષ નહીં પરંતુ સમગ્ર દુનિયાના દરેક પશુ-પક્ષી અને લોકો માટે સુખ માટે કરવામા આવે છે.

પૂજાચાર્ય શાસ્ત્રી યજ્ઞ અંગે જણાવે છે કે, યજ્ઞ એ જીવનને પરમાત્માની સૌથી નજીકની અનુભુતી કરાવનારી ક્રિયા છે. યજ્ઞને સ્વર્ગ સમાન જણાવતા પૂજાચાર્યે શ્રી કૃષ્ણને યજ્ઞના વાયુથી પરજન્ય એટલે કે, વર્ષા કરનારા ગણાવ્યા છે.

Intro:ગીરસોમનાથ ના વેરાવળ નજીક આવેલ ચોરવાડ ગામે આવેલ પૌરાણીક ભવાની મંદિર ખાતે બીજા નોરતા એ આવતા ભવાની પ્રાગટ્ય દિવસ નિમિતે પાંચ દિવસીય સહસ્ત્ર ચંડી યજ્ઞ નું કરાયુ આયોજન...
દેશ વિદેશ ના વિવિધ ખૂણે વસેલા ભક્તો પહોંચ્યા ચોરવાડ ભવાની પ્રાગટ્ય દિવસ ઉજવવા...
વસુધેવ કુટુમ્બકમ ની ભાવના થી જગત કલ્યાણ માટે કરાઈ રહ્યો છે યજ્ઞ...Body:ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલ ચોરવાડ ગામે સ્થિત પૌરાણિક ઝુંડ ભવાની માતાના મંદિરે શ્રદ્ધાળુઓ દેશના વિવિધ રાજ્યો થી સહસ્ત્ર ચંડી યજ્ઞ કરવા પહોંચ્યા છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અતિ મહત્વનો ગણાતો દુર્લભ યજ્ઞ કરવા માટે 80 જેટલા શાસ્ત્રીઓ બોલાવવામાં આવ્યા છે બીજા નોરતા એ ભવાની માતાનો પ્રાગટ્ય દિવસ હોય અહીં સહસ્ત્ર ચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, દુઃખી અને અમેરિકા થી પણ માઇ ભક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે. અહીં 5 દિવસ દરમિયાન 1000 ચંડીપાઠ કરવામાં આવશે અને તેના દશાંશ હોમ દ્વારા સહસ્ત્ર ચંડી પાઠ પૂર્ણ કરવામાં આવશે. તેમજ ધ્વજારોહણ પણ કરવામાં આવશે.ત્યારે આ યજ્ઞ ની વિશેષતા એ છે કે ન માત્ર ભારતવર્ષ પરંતુ દુનિયા આખી ના દરેક પશુ પક્ષી અને લોકો માટે સુખાકારી માંગવા આ યજ્ઞ કરાય છેConclusion:ત્યારે પૂજાચાર્ય શાસ્ત્રી જણાવે છે કે યજ્ઞ એ જીવ ને પરમાત્માની સૌથી નજીક ની અનુભુતી કરાવનાર ક્રિયા છે. યજ્ઞ ને સ્વર્ગ સમાન જણાવતા પૂજાચાર્ય શ્રી કૃષ્ણ એ યજ્ઞ ના વાયુ થી પરજન્ય એટલેકે વર્ષા કરનાર ગણાવામાં આવવાનું કહેવામાં આવ્યું છે.

બાઈટ-1- યોગેશ પાઠક-યજ્ઞ આયોજક
બાઈટ-2-ચેતન શાસ્ત્રી-પૂજાચાર્ય

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.