ETV Bharat / state

પાકિસ્તાન જેલમાં એક મહિના પહેલા મોતને ભેટેલા માછીમારનો મૃતદેહ પહોંચ્યો માદરે વતન - crime news

પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ભારતીય માછીમારનો મૃતદેહ આખરે માદરે વતન પહોંચ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં નાનાવાડા ગામના માછીમારનું દોઢ મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું. પાકિસ્તાની જેલમાં બંધ હતા ત્યારે આ ભારતીય માછીમાર બીમાર પડ્યા હતા. માછીમાર અગ્રણીએ યોગ્ય સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ
સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ
author img

By

Published : May 8, 2021, 10:04 AM IST

  • માછીમારનો મૃતદેહ આખરે માદરે વતન પહોંચ્યો
  • માછીમારનું દોઢ મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં થયું હતું મોત
  • સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ

ગીર સોમનાથ: જિલ્લાનાં કોડીનાર તાલુકા નાનાવાડા ગામનાં માછીમાર ખલાસી રમેશભાઈ ટાભા ભાઇ સોસા (ઉ.વ.42) ગઈ 5 મે 2019ના રોજ પોરબંદરની સાધના નામની બોટમાં કે જેના નંબર IND.GJ.25.mm.1734 હતા. સમુદ્રમાં માછીમારી કરતા હતા તે દરમિયાન આ બોટનું પાકિસ્તાન મરિન સિકયુરીટી અપહરણ કરી ગઈ હતી અને બોટના તમામ ભારતીય ખલાસીને પાકિસ્તાન જેલમાં બંધક બનાવ્યા હતા.

માછીમારો પાકિસ્તાનની લાડી જેલમાં બંધ હતા

આ બંધક ખલાસીઓનો સજા પૂર્ણ થયાનો ચૂકાદો પણ પાકિસ્તાન કોર્ટ આપી ચુકી હતી. આમ છતાં બન્ને દેશોની સમય મર્યાદામાં ડિપ્લોમસી પૂર્ણ ન થતા આ ભારતીય માછીમારો પાકિસ્તાનની લાડી જેલમાં બંધ હતા.આ દરમિયાન એક ભારતીય માછીમાર રમેશભાઈ સોસા બીમાર પડતા તેઓને જેલમાં જ સામાન્ય દવાઓ આપવામાં આવી હતી. તેઓની તબિયત વધુ કથળતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આખરે 26 માર્ચ 2021ના રોજ પાકિસ્તાન જેલમાં રમેશભાઈ ટાભાભાઇ સોસાનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા ખલાસીનો મૃતદેહ કોડીનાર પરત આવશે

મૃતદેહને માદરે વતન લાવવા મહેનત કરી

સ્વર્ગસ્થનાં મૃતદેહને માદરે વતન લાવવા માટે સામાજિક સંસ્થા પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી સાથે જોડાયેલા જતિન દેસાઈ સાથે પોરબંદર બોટ એસોસિએશનનાં જીવનભાઈ જુગી, કોડીનાર સ્થિત સામાજિક સંસ્થા સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધનાં પ્રમુખ બાલુભાઈ સોચા વિગેરેએ ભારત સરકારનાં વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી સ્વર્ગીય ભારતીય માછીમારનો મૃતદેહ માદરે વતન લાવવા મહેનત કરી હતી.

માછીમારનો મૃતદેહ આખરે માદરે વતન પહોંચ્યો

યોગ્ય સારવારના અભાવે તેઓનું મૃત્યુ પણ થાય છે

ઇતિહાસમાં અનેક દાખલા છે કે, ભારતીય માછીમારો સમુદ્રમાં માછીમારી કરતા હોય ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી બંધુકનાં નાળચે તેઓનાં અપહરણ કરી પાકિસ્તાનની જેલમાં બંધક બનાવી દે છે. ત્યાં ભારતીય માછીમારોને પૌષ્ટિક આહાર પણ મળતો નથી. જેથી તેઓ બીમાર થાય છે અને યોગ્ય સારવારના અભાવે તેઓનું મૃત્યુ પણ થાય છે. પાકિસ્તાની જેલમાં અવસાન પામેલા ભારતીય માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચવામાં પણ ખાસ્સો સમય લાગી જાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની ફરી એક નાપાક હરકત IMBL નજીક 6 બોટ અને 35 માછીમારોનું કર્યું અપહરણ

માછીમાર અગ્રણીઓ ભારત સરકાર પાસે કરી રહ્યા છે માંગ

આવા સમયે માછીમાર અગ્રણીઓ ભારત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે, ભારત સરકાર આ સંદર્ભે જાગૃત બને ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની મરીન સિક્યોરિટી ભારતીય માછીમારોને ઉઠાવી જાય છે. તે બંધ થવું જોઈએ. હાલ પણ સેંકડો માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે ત્યારે ભારત સરકાર પાકિસ્તાન સરકાર સાથે એવી ડિપ્લોમસી કરે જેથી ભારતીય માછીમારો વહેલાસર છૂટી જાય અને જો કોઈ ભારતીય માછીમારનું પાકિસ્તાની જેલમાં અવસાન થાય તો તાત્કાલિક તેનું પાર્થિવ શરીર માદરે વતન પહોંચે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.