ETV Bharat / state

ઉના નગરપાલિકાની 36માંથી 21 બેઠક પર ભાજપ બિનહરીફ

ઉના નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય તે પૂર્વે જ પાલિકાની સતા ભાજપે હસ્‍તગત કરી લીઘી છે. કારણ કે, ઉના પાલિકાના ચૂંટણી જંગમાંથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 21 અપક્ષોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 21 સભ્‍યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેના કારણે 36 બેઠકો વાળી ઉના પાલિકામાં બહુમતી માટે જરૂરી 19થી વઘુ 21 ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.

ઉના નગરપાલિકાની ૩૬ માંથી ૨૧ બેઠક પર ભાજપ બિનહરીફ

author img

By

Published : Feb 17, 2021, 2:15 PM IST

  • ઉમેદવારી પરત ખેંચનાર 21 ઉમેદવારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખો પણ સામેલ
  • ગઇકાલે મંગળવારે ચકાસણી દરમિયાન 9 ફોર્મ અમાન્‍ય રહ્યા
  • અપક્ષ તરીકે ઝંપલાવનારા 21 લોકોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીઘા

ગીર સોમનાથ: ઉના નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય તે પૂર્વે જ પાલિકાની સતા ભાજપે હસ્‍તગત કરી લીઘી છે. કારણ કે, ઉના પાલિકાના ચૂંટણી જંગમાંથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 21 અપક્ષોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 21 સભ્‍યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેના કારણે 36 બેઠકો વાળી ઉના પાલિકામાં બહુમતી માટે જરૂરી 19થી વઘુ 21 ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. હવે ઉના પાલિકામાં ઔપચારીક પુરતી 15 બેઠકોની ચૂંટણીનું મતદાન થશે.

ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર

ઉના નગરપાલિકાના 9 વોર્ડોની 36 બેઠકોની ચૂંટણી યોજાનાર હતી. ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તથા અપક્ષોમાંથી 90 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ગઇકાલે મંગળવારે ચકાસણી દરમ્‍યાન 9 ફોર્મ અમાન્‍ય રહ્યા હતા. ત્‍યારબાદ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે 9 વોર્ડમાં જુદી-જુદી પાર્ટી અને અપક્ષ તરીકે ઝંપલાવનારા 21 લોકોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીઘા છે. જેના કારણે ભાજપના 21 સભ્‍યો બિનહરીફ થતા ચૂંટણી લડયા વગર પાલિકાની સતા પર ભાજપનો કબ્‍જો થઇ ગયો છે. જેને લઇને ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. તો બીજી તરફ હવે ઔપચારીક પુરતી ઉના પાલિકાની 15 બેઠકો પર મતદાન યોજાશે.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર

વોર્ડ નં-1 માંથી મદીનાબેન અહમેદ મજગુલ, શબ્‍બીર હુસેન અલામિયા બહારૂની, જેસીંગભાઇ અમરભાઇ ઝણકાંત, વોર્ડ નં- 3 માંથી ઇકબાલ દાઉદ ચોકવાડા, ભુમીબેન શ્રીકાંતકુમાર સોલંકી, વોર્ડ નં-5 દિપકભાઇ બાબુભાઇ બારૈયા, ક્રિષ્‍નાબેન નિલેશગીરી ગોસાઇ, રસીકભાઇ કાળાભાઇ ચાવડા, વોર્ડ નં-6 માંથી માનસીબેન મયુરગીરી ગોસાઇ, વોર્ડ નં-7 માંથી સંજયભાઇ બાબુભાઇ બાંભણીયા, આયષુમા ઇસ્‍માઇલ કુરેશી, કંચનબેન પરેશભાઇ ચૌહાણ, પરેશભાઇ ભાણજીભાઇ ચૌહાણ, વોર્ડ નં-8 માંથી હસમુખ કલ્‍યાણભાઇ વાઘેલા, અજયગીરી છગનગીરી ગોસાઇ, મુકતાબેન છગનભાઇ બાંભણીયા, અરજન બાબુભાઇ મકવાણા, ગુણંવત ભગવાન તળાવીયા, વોર્ડ નં-9 માંથી વિજય કાનાભાઇ રાઠોડ, મનીષ છગનભાઇ વાજા, ભગવાન રાણાભાઇ બારૈયા એ આજરોજ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે.

ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ થઇ જતા બેઠા-બેઠા સતા બરકરાર રાખવામાં સફળતા મેળવી

અત્રે નોંઘનીય છે કે, ગત 2015 ની ઉના પાલિકાની ચૂંટણીમાં 36 પૈકી 35 બેઠકો પર વિજય મેળવી ભાજપએ સતાનું સુકાન સંભાળેલું હતું. દરમિયાન આગામી ઉના પાલિકાની ચૂંટણીમાં મતદાન યોજાય તે પૂર્વે જ સતાઘારી ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ થઇ જતા બેઠા-બેઠા સતા બરકરાર રાખવામાં સફળતા મેળવી છે. જેની પાછળ સ્‍થાનિક ભાજપના નેતાઓની કુનેહભરી કામગીરી હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

શામ, દામ, દંડની નીતિ અપનાવ્યાના આક્ષેપ

શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયાએ જણાવ્યું હતું કે, ભાજપના લોકોએ શામ-દામ, દંડ-ભેદની નિતી અપનાવીને કોંગી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લોકશાહીનું હનન કર્યુ છે. કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે નબળા અને મઘ્‍યમ વર્ગના હોવાથી સતાઘારી પક્ષના ભયના માહોલ વચ્‍ચે ફરિયાદ કરવા પણ બહાર આવી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ખુદ ઉના શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંત તળાવીયાએ વોર્ડ નં-4 અને 8 એમ બંનેમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી વોર્ડ નં-8 માંથી ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે વોર્ડ નં-4 માંથી ચૂંટણી લડી રહ્યાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.