ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોના ગ્રસ્ત દર્દીએ મુલાકાત લીધેલા વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર - corona efect

કોરોનાના મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. જેમાં કોડીનાર શહેરના 12 જેટલા વિસ્તારો અને સોસાયટીઓ તેમજ 2 ગામડાને અવરજવર માટે પ્રતિબંધિત કરાયા છે. આ હુકમનો ભંગ કે, ઉલ્લંઘન કરનારને ipc કલમ-188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51થી 60ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ગીર-સોમનાથમાં કોરોના ગ્રસ્ત લોકોએ મુલાકાત લીધેલા વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર, અવરજવર પર પ્રતિબંધ

author img

By

Published : May 11, 2020, 5:00 PM IST

ગીર સોમનાથઃ કોરોના પોઝિટિવ વ્યક્તિઓના રહેણાંક વિસ્તારો અને ગીરગઢડાના બોડીદર, સોનપરા અને કોડીનાર શહેરની સોસાયટી કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશ જારી કરાયો છે. જેમાં કોડીનાર શહેરના 12 જેટલા વિસ્તારો અને સોસાયટીઓ તેમજ 2 ગામડાને અવરજવર માટે પ્રતિબંધિત કરાયા છે.

ગીર-સોમનાથમાં કોરોના ગ્રસ્ત લોકોએ મુલાકાત લીધેલા વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર, અવરજવર પર પ્રતિબંધ
ગીર-સોમનાથમાં કોરોના ગ્રસ્ત લોકોએ મુલાકાત લીધેલા વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર, અવરજવર પર પ્રતિબંધ

કોડીનાર શહેર અને ગીરગઢડા તાલુકાનાં બોડીદર ગામમાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલા છે. વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા કલેક્ટર અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલો છે.

ગીરગઢડા તાલુકાના બોડીદર અને સોનપરા ગ્રામ પંચાયતના તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર તેમજ કોડીનાર શહેરના, 512 આવાસ યોજના ક્વાર્ટર, બિલેશ્વર સોસાયટી, સત્યમ સોસાયટી, આદર્શ સોસાયટી, વિરાટનગર, સરદાર નગર સોસાયટી, સિધ્ધનાથ સોસાયટી, મધુવન સોસાયટી, ધરારનગર અને ભગીરથ સોસાયટીમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલો છે. આ તમામ વિસ્તારો કોવીડ-19 કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.

ઉપરાંત આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી પૂરી પાડવામાં આવશે.

આ હુકમનો ભંગ કે, ઉલ્લંઘન કરનાર ને ipc કલમ-188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51થી 60ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આ આદેશ તાત્કાલીક અસરથી તારીખ 23મે સુધી અમલમાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.