- પ્રજા પાસેથી વેરો વસુલવાની નીતિ પડ્યા પર પાટુ સમાન
- કોડીનારમાં વેપાર-ધંધા પડી ભાંગ્યા છે ત્યારે પાલિકા વેરો મોકૂફ રાખે
- આંશિક લોકડાઉનના સમયગાળામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ભેગી કરી કરવી મુશ્કેલ
ગીર સોમનાથ: કોડીનાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ કોડીનાર નગરપાલિકા દ્વારા ઇમારતો ઉપર ગટર વેરો અને દિવાબતી વેરો વસુલ કરવા સામાન્ય સભામાં ઠરાવ કરી વેરાના દ૨ અને નિયમો મંજૂ૨ કરેલ છે.
આ પણ વાંચો: વડોદરા સાડીના વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
મહામારીમાં મદદરૂપ થવા માંગ
હાલ કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગાર સાવ પડી ભાંગ્યા છે. તેમજ અસહ્ય મોંઘવારીમાં પ્રજાજનોને જીવન ધોરણ ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા હોય બહુ વિકટ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. લોકો દ્વારા અગાઉ મિલકત વેરો માફ કરવા પણ સરકારમાં માંગણી કરવામાં આવી હતી. તેમજ અન્ય સહાયો મેળવવા પણ માંગણીઓ થઈ રહી છે.
આ પણ વાંચો: નવસારીના વેપારીઓ ધંધા શરૂ કરવાની માગ કરી
ગટર વેરો અને દિવાબતી વેરો મોકૂફ રાખવા માંગણી કરી
કોડીનાર નગરપાલિકા આર્થિક રીતે સદ્ધર છે. પાલિકાને કોઈ ખાસ નાણાંકીય ભંડોળ ઉભું કરવાની જરૂરિયાત જણાતી નથી ત્યારે આવા વિકટ સંજોગામાં સૂચિત વેરો પ્રજાજનો ઉપર પડ્યા ઉપર પાટુ સમાન હોવાથી પ્રજા હિતને ધ્યાને રાખી આ કોરોનાના કપરા સમયમાં સૂચિત ગટર વેરો અને દિવાબતી વેરો મોકૂફ રાખવા માંગણી કરી હતી.
કોરોનાની બીજી લહેરમાં આંશિક લોકડાઉનમાં બેફામ મોંઘવારી વચ્ચે લોકો જીવનની જરૂરિયાતો પુરી કરવા મથી રહ્યા છે અને ત્યારે આ સૂચિત વેરો પ્રજા ઉપર પડ્યા ઉપર પાટા જેવો જ ઘાટ સર્જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.